Advertisement
Home >> Madhya Gujarat >> Latest News >> Ahmedabad City >> Every 22 Minute One Rape Case In India

ચોંકાવનારાં તથ્યો: દેશમાં દર ૨૨ મિનિટે થાય છે એક દુષ્કર્મ

1 of 5 Photos

- સમાજમાં જાતીય ગુનાઓ કરનારા શિકારીની જેમ ફરે છે
- દેશમાં દર ૨૨ મિનિટે ૧ દુષ્કર્મ થાય છે : કાયદાના વિદ્યાર્થીઓના સંશોધનપત્રોમાં દુષ્કર્મના ચોંકાવનારાં તથ્યો


'દેશમાં દર ૨૨ મિનિટે એક દુષ્કર્મ થાય છે. ૨૦૧૧માં ૨.૨૮ લાખ જેટલા ગુના મહિ‌લાઓ વિરુદ્ધ થયા હોવાનું નોંધાયું છે. જે દર્શાવે છે કે આપણા સમાજમાં જાતીય(સેક્સ સંબંધી) ગુનાઓ કરનારા શિકારીઓની જેમ ભટકી રહ્યા છે. દિલ્હીનું સામૂહિ‌ક દુષ્કર્મ તો દેશની સામાજિક અધોગતિનું માત્ર એક સંકેત છે. તેથી દેશ ખુદ તેની જ મહિ‌લાઓની 'મૃત્યુખીણ’ બને એ પહેલાં તંત્રે પગલાં લઇ 'સુરક્ષિત ભારત’નું નિર્માણ કરવું પડશે.’ આ કોઇ નેતા, અભિનેતા કે સમાજ સુધારણાના ઝંડા લઇ રસ્તા પર નીકળી પડેલી કોઇ વ્યક્તિનો મહિ‌લા અત્યાચાર પરનો બફાટ નથી. પરંતુ નિરમા યુનિ.માં કાયદાનો અભ્યાસ કરતા વિદ્યાર્થીઓએ રજૂ કરેલા સંશોધન પત્રોનાં તથ્યો છે.

કાયદાનો અભ્યાસ કરતા વિવિધ યુનિવર્સિ‌ટી અને ઇન્સ્ટિ‌ટયુટ્સના વિદ્યાર્થીઓએ 'સામાજિક મુદ્દાઓના આગામી વહેણ’ ર્શીષક હેઠળ જુદાજુદા જ્ઞાનસભર સંશોધનો રજૂ કર્યાં હતાં. નિરમાના વિદ્યાર્થીઓ શ્રીઆંશ પ્રકાશ અને દૃષ્ટિ પરનામીએ તેમના પેપરમાં દિલ્હીની યુવતી પરના સામૂહિ‌ક દુષ્કર્મને શરમજનક ઘટના ગણાવી એક તલસ્પર્શી અભ્યાસમાં મત વ્યક્ત કર્યો હતો કે, 'આ ઘટના તેની પાછળ દેશભરમાં ક્રોધ અને ભયની લાગણી છોડતી ગઇ છે. હાલના સંજોગોમાં દેશ ખુદ તેની મહિ‌લાઓ માટે 'મૃત્યુખીણ’ બને એ પહેલાં તંત્રે આવી ઘટના ડામવા અસરકારક પગલાં લેવાં જોઇએ. અન્યથા નાગરિકો અરાજકતાની શરણ લેશે.’ આવા જઘન્ય અપરાધોને ડામવા ન્યાયતંત્ર, પોલીસ અને કાયદામાં પરિવર્તન અને સુધારાની તરફેણ વ્યક્ત કરાઇ હતી.

અહીંથી આગળ વાંચવા તસવીરો બદલો...

ઊંઝા ગેંગરેપઃ ન્યાયની આશા છોડી દીધી છે : પીડિતા

 


Your Opinion
 
 
Code:
3 + 1

 
Ad Link
Advertisement
 

Top News

 
Advertisement
 

Bollywood

Cricket

Interesting News

 

Business

Religion

 


Jokes

 

Most Read

Photogallery

Email Print Comment
Email Print Comment