Advertisement
Home >> Madhya Gujarat >> Latest News >> Ahmedabad City >> Emirates Air Traveller Wandering 11 Hours In Ahmedabad

એમિરેટ્સ એરના મુસાફરો અમદાવાદમાં૧૧ કલાક રઝળ્યા

Bhaskar News, Ahmedabad | Jan 25, 2013, 23:21PM IST
 
 


એમિરેટસ એરલાઈન્સમાં શુક્રવારે સવારે દુબઈ જવા માટે સવારે સાત વાગ્યાથી અમદાવાદ એરપોર્ટ પર પહોંચેલા ૨પ૦થી વધુ મુસાફરો બાર કલાક રઝળ્યા બાદ સાંજે સાડા આઠ વાગ્યે ફલાઈટ મળી છે. સવારની ફલાઈટમાં ટેકનિકલ ખામી હોવાના કારણે ટેક ઓફ કરાઈ ન હતી. કેટલાક મુસાફરોને હોટેલની સુવિધા પ્રાપ્ત ન થઈ હોવાની ફરિયાદ કરી હતી. જો કે આ અંગે એમિરેટ્સ તરફથી કોઈ પણ જવાબ આપવાનું ટાળવામાં આવ્યું હતું.

માહિ‌તગાર સૂત્રોના જણાવ્યા અનુસાર એમિરેટ્સની ફલાઈટ નંબર ઈકે પ૪૧નો સવારે ૯.૩૦ વાગ્યે અમદાવાદ એરપોર્ટથી દુબઈ જવા માટે ટેક ઓફ કરવાની હતી. એમિરેટ્સ એરલાયન્સે સાંજે સાડા આઠ વાગ્યે બીજી નવી ફલાઈટની વ્યવસ્થા કરી હતી. જો કે દુબઈથી કનેકટિંગ ફલાઈટ લેવા માંગતાં મુસાફરો માટે મોટી મુશકેલી સર્જા‍ઈ હતી અને પ્રવાસનું આખું શિડયુલ્ડ ખોરવાઈ ગયું હતું.
 

 

Your Opinion
 
 
Code:
9 + 10

 
Ad Link
Advertisement
 

Top News

 
Advertisement
 

Bollywood

Cricket

Interesting News

 

Business

Religion

 


Jokes

 

Most Read

Photogallery

Email Print Comment
Email Print Comment