સુંદર યુવતીએ ‘હા’ અને ‘ના’ની ચિઠ્ઠી ઉછાળી લગ્નનો નિર્ણય કર્યો

સૌથી પહેલી વખત શૈલીનાં દાદા જ્યારે મારા ઘરે મને જોવા આવ્યાં ત્યારે મને તેઓ ગોડફાધર ફિલ્મનાં માર્લો બ્રાન્ડો જેવાં લાગ્યાં હતાં. કારણ કે તેમને ફિલ્મો, બિઝનેસ અને સમાજને લગતાં પ્રશ્નો વિશે ઘણું ખબર હતી.
આઇઆઇએમનાં અઘરાં પર્સનલ ઇન્ટરવ્યૂ જેમ તેમણે મારી પુછપરછ કરી હતી. પછી મને એક સંબંધીનાં લગ્નમાં મારે શૈલીને મળવાનું કહેવામાં આવ્યુ.હું થોડો કોન્શિયસ હતો. પરંતુ મારું ધ્યાન ત્યાં ડાન્સ કરી રહેલી એક સુંદર યુવતી પરથી હટતું જ નહોતું. થોડી વારમાં હું શૈલીને મળ્યો તો ખ્યાલ આવ્યો કે ડાન્સ કરતી છોકરી તો શૈલી જ હતી. શૈલી મને ગમી ગઈ અને અમુક મિટિંગ બાદ અમે લગ્નગ્રંથીથી જોડાઈ ગયાં. શૈલી ખુબ પ્રેમાળ વ્યક્તિ છે.
વાત આગળ વધારતાં શૈલીએ કહ્યું કે, અમે જ્યારે ત્રીજી વખત જ્યારે મળ્યાં ત્યારે અભિષેકે તેમના ફિલ્મો પ્રત્યેનો લગાવની, ફિલ્મી કારકિર્દી માટેના પેશન વગેરેની વાત કરી.આ સાંભળીને હું ચિંતામાં પડી ગઈ હતી અને તેનાથી મારો આત્મવિશ્વાસ થોડો ડગી ગયો હતો. છેવટે મે ‘હા’ અને ‘ના’ ની ચીઠ્ઠીઓ બનાવી. પાંચ વખત ‘હા’ આવતાં, મેં તેમને લગ્ન માટે હા પાડી દીધી! (નિર્દેશક અભિષેક અને શૈલી જૈને શ્રદ્ધા બિલવાલને જણાવ્યા મુજબ)






