Get Divyabhaskar on mobile   E-Paper
 
Divya Bhaskar
Advertisement
 
 
 
Home >> Madhya Gujarat >> Latest News >> Ahmedabad City
 

તંત્ર મહેરબાન તો ભ્રષ્ટાચારીઓ પહેલવાન

 
Source: Suketu Shah   |   Last Updated 4:49 AM [IST](11/02/2012)
 
 
 
 
 

૨૮૧ કામો કાગળ પર બતાવી ત્રણ નાયબ ઈજનેરોએ બેફામ કૌભાંડ આચર્યું ૧૨૬ લાખની છેતરપિંડી અને ઉચાપતની ફરિયાદ નરોડા પોલીસમથકમાં નોંધાઈ '૦૬ ના વર્ષમાં આખું કૌભાંડ બહાર આવતાં કાર્યવાહી હાથ ધરાઈ ૦૬ વર્ષ દરમિયાન ત્રણેય અધિકારીઓએ કાગળ પર જ ઘોડા દોડાવ્યા


સરકારી તંત્ર સામાન્ય નાગરિકોને સહકાર ન આપે એમાં કંઇ નવાઇ નથી,પરંતુ ૨૮૧ કામો માત્ર કાગળ પર બતાવીને કરોડો રુપિયા ચાઉં કરી જનારા સરકારી બાબુઓ સામે પોલીસ કાર્યવાહી થાય પણ લેખિત રજૂઆત છતાં સરકારી વિભાગો આ આરોપીઓ સામે કાર્યવાહીની મંજૂરી ન આપે તથા મંજૂરી વગર પોલીસે ચાર્જશીટ કર્યું હોઇ આ લોકો નિર્દોષ છૂટી જાય તો આ બેદરકારી માટે જવાબદાર કોને ગણવા?


ઘટના શું છે?


માર્ગ અને મકાન વિભાગના નાયબ કાર્યપાલક ઈજનેર ડી.કે.બદ્રકીયા,એમ.ડી.વાણીયા,જી.આર.પરીખ સહિ‌ત અન્યોએ ભેગા મળીને ૧લી માર્ચ ૧૯૯૮થી ૨૦૦૪સુધીમાં નવા નરોડા ગ્રામ પંચાયતમાં ગટર લાઈન,પાઈપ લાઈન, રસ્તા સહિ‌તની કામગીરી માટે કાગળ પર ટેન્ડરો બહાર પાડીને કોઈ કામગીરી નહીં કરીને રૂ.૧કરોડ ૨૬ લાખ માતબર રકમના બીલો બનાવીને ઉચાપત કરી હતી. નરોડા પોલીસે ૨૦૦૬માં ગુનો દાખલ કરીને માર્ગ અને મકાન વિભાગના ઈજનેર સહિ‌ત ૧૭ની ધરપકડ કરીને પુરાવા એકઠા કરી આરોપીઓ સામે કાર્યવાહી માટે માર્ગ અને મકાન વિભાગના કાર્યપાલક સત્તાવાળાઓ પાસેથી મંજૂરી મેળવાનો પ્રયાસ કર્યો હતો. જોકે મંજૂરી નહીં મળતા પોલીસે માર્ગ અને મકાન વિભાગના અધિકારીઓ સામે કોર્ટમાં ચાર્જશીટ મૂક્યું હતું.


પણ સત્તાવાળાઓની મંજૂરી વગર પોલીસે ચાર્જશીટ મુકતા ત્રણ નાયબ કાર્યપાલક ઈજનેરે તબક્કવાર બીન તહોમત છોડી મુકવા માટે કરેલી અરજી અદાલતે મંજૂર રાખીને આરોપીઓને બિન-તહોમત છોડી મૂક્યા હતા. બીજી બાજુ, સરકાર તરફથી આ મામલે ડિસેમ્બર ૨૦૧૧ના રોજ સેશન્સ કોર્ટમાં કરાયેલી અપીલમાં સરકારી વકીલે કોર્ટને જણાવ્યું હતું કે આરોપી ઈજનેરો સામે પ્રથમદશીંર્‍ય પુરાવા મળતા અદાલતમાં ચાર્જશીટ મુકાયું છતાં આરોપી ઈજનેરોને તેમની સામે સરકારે તપાસની મંજૂરી ન આપતા છોડી મુકાયા છે,જે કાયદા વિરુધ્ધ છે. આરોપી ઈજનેરો સામે પ્રથમદર્શીય ગુનો છે,આથી નીચલી કોર્ટનો હુકમ રદ કરવો. આ કેસની વધુ સુનાવણી ૨૩મી ફેબ્રુઆરી ૨૦૧૨ના રોજ થશે.


વિભાગોએ કાર્યવાહીની મંજૂરી ન આપી


પોલીસે નાયબ કાર્યપાલક ઈજનેર ડી.કે.બદ્રકીયા,એમ.ડી.વાણીયા,જી.આર.પરીખ સામે અદાલતમાં ચાર્જશીટ કરવા માટે અમદાવાદ મુખ્ય ઈજનેર ,જિલ્લા વિકાસ અધિકારી ,કાર્યપાલક ઈજનેર (માર્ગ અને મકાન વિભાગ, અમદાવાદ) ,માર્ગ અને મકાન વિભાગના નાયબ સચિવ (તપાસ),નર્મદા જળ સંપત્તિ અને કલ્પસર વિભાગ પાસે ૧૨મી ફેબ્રુઆરી ૨૦૦૭ અને પમી એપ્રિલ ૨૦૦૭ અને મંજૂરી માગી હતી. પરંતુ સરકારી વિભાગે નાયબ ઈજનેરો સામે ચાર્જશીટ કરવાની મંજૂરી આપી નહોતી. જેના લીધે નરોડા પોલીસે સરકારી અધિકારીઓ સહિ‌ત ૧૭ જણા સામે ઘીકાંટા કોર્ટમાં ૧૪મી ફેબ્રઆરી ૨૦૦૭ના રોજ વિભાગોની મંજૂરી વગર ચાર્જશીટ મુકયું હતું.


મંજૂરી વગર ચાર્જશીટ કરવામાં આવી છે : કોર્ટ


મેટ્રોપોલીટન મેજિસ્ટ્રેટ ડી.આઈ.પટેલે નાયબ ઈજનેરોની બીન તહોમત છોડી મુકવાની અરજી ૬ઠ્ઠી ઓગષ્ટ ૨૦૧૧ના રોજ ગ્રાહ્ય રાખતા ઠરાવ્યું કે,આરોપીઓને હોદ્દાની રૂએ જાહેર નોકર ગણી શકાય અને હાલના કૃત્યો ફરજના ભાગરૂપે કરેલા છે. તેવા સંજોગોમાં સક્ષમ અધિકારીની પૂર્વ મંજૂરી મેળવ્યા સિવાય ફોજદારી કાર્યવાહી અન્વયે અદાલત આવા ગુનાનું કોગ્નીઝન્સ લઈ શકે નહીં.ક્રિમીનલ પ્રોસીજરની કલમ ૧૯૭નું રક્ષણ તેઓને મળવા પાત્ર હોવાથી કેસમાંથી પ્રોસીડીંગ ડ્રોપ કરાય છે.


ત્રણ ઈજનેરોની કરમકુંડળી


જી.આર.પરીખ નાયબ કાર્યપાલક ઈજનેર


અધિક મદદનીશ ઈજનેર તરીકે ૧પજુલાઈ ૧૯૯૮થી ૩૧મી માર્ર્ચ ૨૦૦૦સુધીં બીજા સહ આરોપીઓના મેળાપીપણામાં નવા નરોડા ગ્રામ પંચાયતના વિકાસના કામોમાં ખોટા બીલો બનાવી ફરજ દરમિયાન સરકારી નાણાં રૂ.૩૬ લાખ પ૪ હજારની છેતરપીંડી કરી હતી.


ધ્રુવકુમાર બદુકીયા નાયબ કાર્યપાલક ઈજનેર


૧લી એપ્રિલ ૧૯૯૮થી ૧પમી જુલાઈ ૨૦૦૦સુધીમાં નવા નરોડા ગ્રામ પંચાયતના વિકાસના કામોની ખોટી તાંત્રિક મંજૂરી આપી વિકાસના કામો પૂર્ણ થયાના ખોટા કમ્પ્લીશન સર્ટીફીકેટો આપી ૧૩ લાખ ૩પ હજારની છેતરપીંડી કરીને ઉચાપત કરી ગુનો આચરેલ છે.


એમ.ડી.વાણીયા નાયબ કાર્યપાલક ઈજનેર


૧એપ્રિલ ૧૯૯૮થી ૩૧મી માર્ર્ચ ૨૦૦૦ સુધી બીજા સહ આરોપીઓના મેળાપીપણામાં નવા નરોડા ગ્રામ પંચાયતના વિકાસના કામોમાં ખોટી માફ પોથીઓ લખી ,ખોટા બીલો બનાવી ફરજ દરમિયાન સરકારી નાણાં રૂ.પ૯ લાખ ૬૯ હજારની છેતરપીંડી અને ઉચાપત કરી હતી.


સીધી વાત>>>એસ.એસ.રાઠોડ- અગ્રસચિવ માર્ગ-મકાન વિભાગ


તપાસની મંજૂરી ન મળતાં ના.કા.ઈજનેરો બીન તહોમત છૂટી ગયા? કયા કેસમાં મને હાલ ખબર નથી,પણ તમે સોમવારે ફોન કરશો તો જણાવીશ. નવા નરોડા ગ્રામ પંચાયતમાં કૌભાંડના પ્રકરણમાં૨૦૦૭થી ફોજદારી કાર્યવાહીની મંજૂરી અપાઇ નથી? આ બાબત જીએડીના હસ્તક આવતી હોવાથી તપાસ કર્યા વગર કહી શકું નહીં. શું આ ત્રણ અધિકારીઓ સામે હવે તપાસની મંજૂરી આપવામાં આવશે? હું તપાસ કર્યા વગર કહી શકું નહીં.


હવે મંજૂરી મેળવવા માટે પત્ર લખ્યો


ફોજદારી કોર્ટના હુકમ સાથે જ જિલ્લા વિકાસ અધિકારીએ માર્ગ અને મકાન વિભાગના મુખ્ય ઈજનેરને લેખિતમાં પત્ર પાઠવીને નાયબ કાર્યપાલક ઈજનેરો સામે કાર્યવાહીની મંજૂરી આપવા ૨૩મી ઓગષ્ટ ૨૦૧૧ના રોજ પત્ર પાઠવીને જણાવ્યું કે,આપના તરફથી પ્રોસીકયુશનની મંજૂરી ન મળતા ભવિષ્યમાં જવાબદારીનો પ્રશ્ન ઉપસ્થિત થનાર છે. - સુકેતુ શાહ.સંપર્ક : ૯૮૨પ૦૦૯૨૨૦


 
 
 
 
 
 
 
 
 

Your Opinion

 

Code :
2 + 4


 
Advertisement
 

Top News

 
 
 
 
 
 
 
 
 

Bollywood

 
 
 
 
 
 
 
 
 

Cricket

 
 
 
 
 
 
 
 
 

Interesting News

 
 
 
 
 
 
 
 
 

Business

 
 
 
 
 
 
 
 
 

Religion

 
 
 
 
 
 
 
 
 

Jokes

 
 
 
 
 
 
 
 
 

Most Read

 
 
 
 
 
 
 
 
 

Photogallery

Most Viewed

Sexually Charged Photography
Unveiling Victoria's latest collection
Just Added

इफ्तेखार स्मृति में आयोजित नाटय समारोह में रवीन्द्र भवन में बुधवार को नाटक एक ठग।
गर्मी से बचने.. दुपट्टे का सहारा
 
 
 
 
|  
|  



Copyright © 2011-12 DB Corp ltd., All Rights Reserved.
Site Powered by I Media Corp. Ltd IMCL, DB Corp Ltd. Enterprise.