કેન્દ્રીય નિરીક્ષકોના નામની જાહેરાત સપ્તાહમાં થાય તેવી શક્યતા
કોંગ્રેસ હાઈકમાન્ડ ગુજરાત વિધાનસભામાં કોંગ્રેસ પક્ષના નેતા-વિરોધપક્ષના નેતાની વરણીનો મામલો ૧૪મી જાન્યુઆરી પછી હાથ પર લેશે. આ પહેલાં આગામી ટૂંક સમયમાં કેન્દ્રીય નિરીક્ષકોના નામની દિલ્હીથી જાહેરાત કરવામાં આવશે. આ નિરીક્ષકો ધારાસભ્યોનો અભિપ્રાય મેળવીને વિરોધપક્ષના નેતાના નામની જાહેરાત કરશે. વિધાનસભામાં વિરોધપક્ષના નેતાની વરણી માટે કોંગ્રેસની સંસદીય દળની બેઠકમાં નિર્ણય લેવાય છે.
હાઈકમાન્ડે નિયુક્ત કરેલા નિરીક્ષકો ચૂંટાયેલાં તમામ ધારાસભ્યોને રૂબરૂ મળીને વિરોધપક્ષના નેતાપદ માટે લાયક ધારાસભ્ય વિશે અભિપ્રાય મેળવે છે. ગુજરાતમાં વિધાનસભાનું બજેટ સત્ર ફેબ્રુઆરીમાં મળવાનું છે ત્યારે ગુજરાતમાં વિપક્ષી નેતાનો મામલો ૧૪મી જાન્યુઆરી પછી હાથ પર લેવામાં આવે તેવી શક્યતા સૂત્રોએ વ્યક્ત કરી છે. સૂત્રોએ જણાવ્યું કે, વિપક્ષીનેતા પદના મુદ્દે ધારાસભ્યોમાંથી પણ અલગ અલગ સૂર વ્યક્ત થઈ રહ્યો છે ત્યારે હાઈકમાન્ડ પણ અવઢવની સ્થિતિમાં છે.
નેતાપદની રેસમાં જેમના નામ અગ્રેસર છે તેવા કોંગીનેતાઓના સબળ પાસાં અને નબળાઈઓ જાણવા આગળ ક્લિક કરો...