સાલ હોસ્પિટલમાં સારવાર લઇ રહેલા ગુજરાત વિધાનસભાના સ્પીકર અશોકભાઇ ભટ્ટની તબિયતમાં ઉત્તરોત્તર સુધારો થયો હોવાનાં સંકેત મળી રહ્યા છે. તેમ છતાં તેમની હાલત નાજુક ગણી શકાય. બુધવારે તેમની હાલતમાં સુધારો થતાં કિડની અને હૃદયની દવાઓ ઓછી કરી દેવાઈ છે.
કાર્ડિયોલોજિસ્ટ ડૉ. સમીર દાણીએ જણાવ્યું કે, અશોકભાઇની તબિયતમાં શનિવાર કરતાં ઉતરોત્તર સુધારો થઇ રહ્યો છે. મંગળવારે વેન્ટિલેટર સપોર્ટ દૂર કરાયા બાદ છેલ્લાં ૨૪ કલાકથી શ્વાસોશ્વાસની ક્રિયા વેન્ટિલેટર વગર ચાલી રહી હોવાથી તબિયતમાં સુધારાનાં સારા સંકેત મળ્યા છે. બુધવારે હૃદય અને કિડની માટેની કેટલીક દવાઓ ઓછી કરવામાં આવી છે. જો કે, જ્યાં સુધી શરીરનાં તમામ અંગનાં ફંકશન રેગ્યુલર સ્થિતિમાં ન આવે ત્યાં સુધી હાલત સ્થિર ગણી શકાય નહિ.