Get Divyabhaskar on mobile   E-Paper
 
Divya Bhaskar
Advertisement
 
 
 
Home >> Madhya Gujarat >> Latest News >> Ahmedabad City
 

વર્કપરમિટ ઉપર અમેરિકા મોકલવાના બહાને છેતરપિંડી

 
Source: Bhaskar News, Ahmedabad   |   Last Updated 1:39 AM [IST](10/09/2010)
 
 
 
 
Advertisement
 
વસ્ત્રાપુર ખાતેની એક કંપનીના સંચાલક સામે ફરિયાદ

વર્કપરમિટ ઉપર અમેરિકા મોકલવાના બહાને વડોદરાના યુવાન સાથે ત્રણ લાખની છેતરપિંડી કરનાર વસ્ત્રાપુરની એક કંપનીના સંચાલક વિરુદ્ધ પોલીસે છેતરપિંડીનો ગુનો નોંધી તપાસ શરૂ કરી છે. વિઝા નહીં મળ્યા હોવા છતાં યુએસ એમ્બસીના અધિકારીઓ દ્વારા વિઝા એપ્રુઅલનો લેટર ખોવાઇ ગયો હોવાનું જણાવીને ગઠિયાએ લાંબો સમય ધક્કા ખવડાવ્યા હતા.

વડોદરાના સિનોર તાલુકાના પુનિધામ ગામ ખાતે રહેતા જતીનભાઇ ધીનાભાઇ પટેલ (ઉ.વ.૩૫)એ તા.૭-૦૨-૨૦૦૮ ના અખબારમાં એચ૧બી વિઝા ઉપર અમેરિકા જવાની જાહેરાત વાંચીને વસ્ત્રાપુરમાં એક કંપની ધરાવતા ભાગ્યેશભાઇ બાબુલાલ પટેલને મળ્યા હતા. ભાગ્યેશભાઇને વિઝા માટેના જરૂરી દસ્વાતેજો સાથે જતીનભાઇએ કુલ R પાંચ લાખ ચૂકવી દીધા હતા.

જો કે લાંબો સમય વીતી ગયો હોવા છતાં જતીનભાઇને વિઝા નહીં મળતા તેઓ ભાગ્યેશભાઇની ઓફિસે આવતા ભાગ્યેશે તેને કહ્યું હતું કે યુએસ એમ્બસીના અધિકારીની ભૂલથી તમારો એપ્રુઅલ લેટર ખોવાઇ ગયો છે. જેથી છ માસ જેટલો સમય વધારે લાગશે, તેમ કહીને જતીનભાઇને સમજાવીને ટુકડે-ટુકડે R બે લાખ પાછા આપી દીધા હતા અને ડુપ્લિકેટ લેટર માટે અમેરિકાની ઓફિસના કર્મચારી વિનય શાહ મારફતે પ્રોસિજર ચાલુ કરી હોવાનું જણાવ્યું હતું.

જો કે જતીનભાઇએ તપાસ કરતાં ભાગ્યેશે કોઇ ફી ભરી નહીં હોવાનું જાણવા મળતા પોતે છેતરાયા હોવાની જાણ થતાં જતીનભાઇએ ભાગ્યેશને વકીલ થકી નોટિસ મોકલી હતી. જેથી ભાગ્યેશે જતીનને R ત્રણ લાખનો ચેક આપ્યો હતો. જો કે જતીને તે ચેક બેંકમાં ભરતા રિટર્ન જતાં આ અંગે જતીને વસ્ત્રાપુર પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે.
 
 
 
 
 
 
 
 
 
 

Your Opinion

 

Code :
1 + 10


 
Advertisement
 
Valentines-Day
 

Top News

 
 
 
 
 
 
 
 
 

Bollywood

 
 
 
 
 
 
 
 
 

Cricket

 
 
 
 
 
 
 
 
 

Interesting News

 
 
 
 
 
 
 
 
 

Business

 
 
 
 
 
 
 
 
 

Religion

 
 
 
 
 
 
 
 
 

Most Read

 
 
 
 
 
 
 
 
 
 
 
 
|  
|  




Copyright © 2011-12 DB Corp ltd., All Rights Reserved.
Site Powered by I Media Corp. Ltd IMCL, DB Corp Ltd. Enterprise.