અમદવાદ શહેર ક્રાઇમ બ્રાન્ચે આંતરરાજ્ય કાર ચોરીનું નેટવર્ક ઝડપી પાડ્યું છે. પોલીસે મોંઘી કારો સાથે એકની ધરપકડ પણ કરી છે. અમદાવાદના રાયખડ વિસ્તારમાં કાદરીસાહેબની ચાલીમાં મકાન નંબર 1878માં રહેતા ઇસમ મોહમ્મદ કયુમ શરીફખાન પઠાણને પોલીસે ઉત્તરાખંડ પાસિંગની કાર સાથે અટકાવ્યો હતો. પોલીસ તપાસમાં ગલ્લાતલ્લા કરનારા આ ઇસમની ક્રાઇમબ્રાન્ચના પીઆઈ સોલંકી અને પીએસઆઈ પઠાણે આકરી પૂછતાછ કરતાં તેણે કબૂલ્યું હતું કે આંતરરાજ્ય કારચોરીમાં સંડોવાયેલો છે. પોલીસે તેની પાસેથી ઉત્તરાખાંડ પાસિંગની ત્રણ કાર પણ મળી આવી છે. આ ચોર ટોયોટા અને મારુતિ બ્રાન્ડની જ કાર ચોરતો હોવાનું જાણવા મળે છે. (તસવીરોઃ વિજય ઝવેરી)