Get Divyabhaskar on mobile   E-Paper
 
Divya Bhaskar
Advertisement
 
 
 
Home >> Madhya Gujarat >> Latest News >> Ahmedabad City
 

૪ મહિ‌નામાં ૩૬ 'વર્ના’ ચોરનારો એન્જિનિયર ઝડપાયો

 
Source: Bhaskar News, Ahmedabad   |   Last Updated 4:56 AM [IST](10/02/2012)
 
 
 
 
 

કાર ચોરીમાં રાજસ્થાનનો કોન્સ્ટેબલ સામેલ : ચોરેલી કાર બુટલેગરોને વેચતા

પોશ વિસ્તારમાંથી વર્ના કારની ચોરી કરતી ગેંગના એક ડિપ્લોમા મિકેનિકલ એન્જિનિયરને પોલીસે થલતેજ વિસ્તારમાંથી ઝડપી લીધો છે. તેણે ચાર મહિ‌નામાં ૩૬ વર્ના કારની ચોરી કરી હોવાની કબૂલાત કરી હતી.

ક્રાઇમબ્રાન્ચના પીઆઇ જે.એમ. યાદવ અને પીએસઆઇ બી.પી.રોજિયાએ બાતમીના આધારે સોમવારે રાતે થલતેજમાંથી બાદલ ઉર્ફે પ્રકાશ યાદવ (ઉં.૨૬, રહે. શુકન ફ્લેટ, ગાંધીનગર)ની ધરપકડ કરી હતી. તે જે સફારી કારમાં આવ્યો હતો તે પણ પોલીસે કબજે લીધી છે. પોલીસને તેની પાસેથી ચાર બનાવટી ડ્રાઇવિંગ લાઇસન્સ અને પાન કાર્ડ મળી આવ્યાં હતાં. તેણે ડિપ્લોમા મિકેનિક ઇજનેરનો અભ્યાસ કર્યો હતો અને તે અગાઉ વસ્ત્રાપુર પોલીસે એક ગુનામાં પકડયો હતો. બાદલે પોલીસને જણાવ્યું હતું કે, તે અને તેનો મિત્ર અંકિત યાદવ બાઇક ઉપર ફરીને રેકી કરીને કાચ ઉપર ફિલ્મ લગાવેલી વર્ના કારનો પીછો કરતા હતા.

જ્યાં કાર પાર્ક થાય ત્યા બાદલ સ્ક્રૂ ડ્રાઇવરની મદદથી કારનો કાચ તોડી નાખતો હતો. ત્યાર બાદ કારની લોકિંગ સિસ્ટમ તોડી, કાર ચોરી નાસી જતો. બાદમાં બાદલ ચેસીસ અને એન્જિન નંબર ઘસી નાખતો હતો, તેમજ કારને નવો કાચ લગાવીને લાખ કે બે લાખ રૂપિયામાં વેચી નાખતો હતો. કાર વેચવા માટે બનાવટી આર.સી. બુક બનાવી દેતો હતો. તેણે શહેરમાંથી ૪ મહિ‌નામાં ૩૬ વર્ના કારની ચોરી કરી હતી, જેમાંથી પોલીસને ૧પ વર્ના કાર મળી આવી હતી. આ સમગ્ર રેકેટમાં રાજસ્થાનનો કોન્સ્ટેબલ પણ સામેલ છે. બાદલે ચોરેલી કાર બુટલેગરોને વેચી દેતો હોવાનું કબૂલ્યું હતું.


 
 
 
 
 
 
 
 
 

Your Opinion

 

Code :
2 + 1


 
Advertisement
 

Top News

 
 
 
 
 
 
 
 
 

Bollywood

 
 
 
 
 
 
 
 
 

Cricket

 
 
 
 
 
 
 
 
 

Interesting News

 
 
 
 
 
 
 
 
 

Business

 
 
 
 
 
 
 
 
 

Religion

 
 
 
 
 
 
 
 
 

Jokes

 
 
 
 
 
 
 
 
 

Most Read

 
 
 
 
 
 
 
 
 

Photogallery

Most Viewed

Sexually Charged Photography
Unveiling Victoria's latest collection
Just Added

इफ्तेखार स्मृति में आयोजित नाटय समारोह में रवीन्द्र भवन में बुधवार को नाटक एक ठग।
गर्मी से बचने.. दुपट्टे का सहारा
 
 
 
 
|  
|  



Copyright © 2011-12 DB Corp ltd., All Rights Reserved.
Site Powered by I Media Corp. Ltd IMCL, DB Corp Ltd. Enterprise.