આત્મહત્યા પાછળ વહીવટદાર છત્રસિંહનો ત્રાસ હોવાનો પરિવારજનોનો આક્ષેપ
બહેનના મોત બાદ તણાવમાં રહેતા ફરીદખાને આત્મહત્યા કરી હોઇ શકેઃ પોલીસ
એસીપી કક્ષાના અધિકારીને તપાસ સોંપી દેવાઇ
શહેરના બાપુનગર પોલીસ સ્ટેશનમાં છેલ્લા ચાર વર્ષથી એએસઆઇ તરીકે ફરજ બજાવતા પોલીસ કર્મીએ પોલીસ સ્ટેશનના સર્વેલન્સ રૂમમાં રવિવારે સવારે ગળાફાંસો ખાઇને આત્મહત્યા કરી લેતા ચકચાર મચી ગઇ છે.એએસઆઇએ ક્યા કારણોસર આત્મહત્યા કરી હતી તે મુદ્દે પોલીસ અને મૃતકના પરિવારજનો વચ્ચે વિરોધાભાસ બહાર આવી રહ્યો છે. આ પ્રકરણમાં પોલીસ એવું કહી રહી છે કે મૃતક પોલીસકર્મી તાજેતરમાં તેની બહેનના મોતના આઘાતમાં રહેતો હોવાથી તેણે આત્મહત્યા કરી લીધી છે જ્યારે મૃતકના પરિવાર જનો બાપુનગર પોલીસ સ્ટેશનના વહીવટદારના ત્રાસથી એએસઆઇએ આત્મહત્યા કરી હોવાનું જણાવી રહી છે. હાલ આ પ્રકરણની તપાસ એસીપી કક્ષાના અધિકારીને સોંપી દેવાઇ છે.
બાપુનગર પોલીસ સ્ટેશનમાં એએસઆઇ તરીકે ફરજ બજાવતા ફરીદખાન ઉસ્માનખાન પઠાણ(ઉં,૫૨)(રહે,એફ.કોલોની,શાહઆલમ)એ રવિવારે સવારે તેમના ઘરેથી નોકરીએ જવા નીકળ્યા હતા.તેઓ સવારે ૮વાગ્યે પોલીસ સ્ટેશન પહોંચી ગયા હતા.ત્યાર બાદ પોલીસ સ્ટેશનના પીએસઓ રૂમમાં ગયા હતા ત્યારે રાતની શિફ્ટના એક પોલીસ કર્મીને કહ્યું કે હું કપડા બદલીને આવું છું પછી તમે મારા હાજર થવાની એન્ટ્રી કરજો.
ત્યાંથી ફરીદ ખાન કપડા બદલવાનું કહીને સર્વેલન્સ રૂમમાં ગયા હતા. ફરીદખાને દરવાજો આડો કરીને સર્વેલન્સ રૂમમાં જતા ર«યા હતા. થોડા સમય સુધી ફરીદખાન બહાર નહીં આવતા કોઇ વ્યક્તિ ૮.૩૦ વાગ્યાના અરસામાં સર્વેલન્સ રૂમમાં ગયો હતો જ્યાં ફરીદખાન રૂમમાં હૂક સાથે ટેબલ પર મુકેલું કપડું(ટેબલ ક્લોથ) ભરાવીને ગળા ફાંસો ખાધેલી હાલતમાં હતા. વિડીયોઃ ઓમકાર ઠાકુર
(વધુ સ્ટોરી વાંચવા માટે ફોટો બદલતા જાવ)