અમદાવાદ આસપાસના વિસ્તારોમાં વહેલી સવારે વરસાદ
હવામાં ભેજ અને ગરમી વધવાથી હવામાનમાં સર્જાયેલા સ્થાનિક પરિબળોની અસર હેઠળ આજે વહેલી સવારે અમદાવાદ સહિત આસપાસના વિસ્તારોમાં કમોસમી વરસાદ વરસ્યો હતો, જેને કારણે સમગ્ર વાતાવરણમાં અચાનક પલટો આવ્યો છે. ગુજરાતમાં આજે અન્ય કોઈ સ્થળે વરસાદ પડ્યો હોવાના સમાચાર મળ્યા નથી. જો કે, સમગ્ર રાજ્યમાં આજ સવારથી જ વાદળછાયું વાતાવરણ રહ્યું હતું, જેને કારણે આજ સાંજ સુધીમાં વરસાદ પડે તેવી સંભાવના છે.
ગઈ કાલે રાતે સમગ્ર સૌરાષ્ટ્રના વાતાવરણમાં અચાનક પલટો આવ્યો હતો. રાતે અમદાવાદમાં પણ વીજળી કડાકા સાથે છાંટા પડયા હતા. રાજયભરમાં આકાશમાં વાદળો છવાયા હતા. તો પાટણ અને બનાસકાંઠા જિલ્લામાં અને ગિરિમથક સાપુતારામાં કમોસમી વરસાદ થયો હતો. દક્ષિણ ગુજરાતમાં ડાંગ સહિતના અનેક વિસ્તારોમાં કમોસમી વરસાદ થયો હતો. રાજકોટ જિલ્લાના મોરબી, માળિયા, વાંકાનેર પંથકમાં માવઠું વરસ્યું હતું. સુરેન્દ્રનગર જિલ્લાના હળવદ અને ધ્રાંગધ્રા પંથકમાં ઠેર-ઠેર ઝરમરિયો વરસાદ વરસ્યો હતો. (તસવીરોઃ કેતન દવે, કુલદીપ કલેર)
વધુ સ્ટોરી વાંચવા માટે ફોટો બદલતા જાવ...