દિલ્હી પહોંચી 'મોદી રિક્ષા', રાજધાનીમાં શાનથી દોડશે અમદાવાદની રાણી
અમદાવાદમાં જી ઓટોને ઝળહળતી સફળતા અપાવનાર આ બિહારી યુવકને હવે દિલ્હીમાં પણ જી ઓટો માટે આમંત્રણ મળ્યું છે, જેને કારણે હવે મોદી રિક્ષા દિલ્હી પહોંચવા સજ્જ થઈ ગઈ છે. આ બિહારી યુવક અમદાવાદ આઇઆઇએમ ખાતે ભણતો હતો, તે દરમિયાન તેને એક જગ્યાએથી બીજી જગ્યાએ રિક્ષા કરી તો તેની પાસેથી રિક્ષા ચાલકે વધુ ભાડું વસૂલ્યું. પહેલા તો તેણે વિરોધ કર્યો, પરંતુ પછી રિક્ષા ચાલકે તેને કહ્યું કે, અમારે વળતી વખતે ખાલી જવું પડે. અમને પેસેન્જર અહીંથી મલે નહીં. આમ, પોતાની અને રિક્ષા ચાલક બંનેની સમસ્યા સામે આવતાં જ લોકોને સસ્તિ અને સામા પક્ષે રિક્ષા ચાલકોને પોસાય તેવું પ્લાનિંગ કરવાનું વિચાર્યું અને આમ, ઉદભવ થયો જી-ઓટોનો.
નોંધનીય છે કે, જી-ઓટો માટે નિર્મલ કુમારે મોદીને પોતાનો પ્લાન બતાવ્યો હતો અને મોદી પણ તેના પ્લાનથી ખૂબ પ્રસન્ન થઈ ગયા હતા અને તેમણે તેના માટે કંઇક કરવાનું જણાવ્યુ હતું. આથી નિર્મલે તેમની પાસે આ જી ઓટોનું ઉદઘાટન કરાવ્યું હતું. આ પછી મોદીએ પણ તેમના ભાષણમાં અનેકવાર આ રિક્ષનો ઉલ્લેખ કર્યો હતો અને ત્યારથી તે મોદી રિક્ષા તરીકે પ્રચલિત બની હતી. હવે આ મોદી રિક્ષા દિલ્હીમાં ધૂમ મચાવવા જઈ રહી છે. .
(જાણો મોદી રિક્ષાને કેવી રીતે મળ્યો દિલ્હીમાં પ્રવેશ)