વેચાયેલા એક બાળકનું ડીએનએ મોનાના પૂર્વ પતિ હરેકૃષ્ણ સાથે મેળ ખાઈ ગયું
ડો. ભરત અતીતે બે નહીં પરંતુ ત્રણ બાળકો વેચ્યા હોવાનો ઘટસ્ફોટ ક્રાઈમ બ્રાન્ચે કર્યો છે. આથી હવે ડોક્ટર સામે ત્રીજો ગુનો પણ નોંધાશે.
ડો. અતીતે પોરબંદરના ડો. દીલિપ વ્યાસ અને તેમની લીવ ઈન પાર્ટનર દિનાબહેનને રૂ. ૮ લાખમાં વેચાયેલા બે બાળકો પૈકી એકનું ડીએનએ બાળક લેનાર મહિલાના અગાઉના પતિ હરેકૃષ્ણ સાથે મેળ ખાઈ ગયું હોવાનું ક્રાઈમ બ્રાન્ચના જેસીપી એ. કે. શર્માએ જણાવ્યું છે.
ત્રીજું બાળક કોણ હતું અને તેની માતા કોણ હતી અને તેને કોને વેચવામાં આવ્યું છે તે અંગે હજી તપાસ જારી હોવાનું ક્રાઈમ બ્રાન્ચે કહ્યું છે. મોનાએ પૂર્વ પતિ સાથે માણેલા સહવાસ દરમિયાન ગર્ભ રહ્યો હોવાથી બાળકને જન્મ આપવા અતીતે સમજાવી હોવાનું નિવેદન આપ્યું હતું.
આગળ વાંચોઃ ક્રાઈમ બ્રાન્ચે કેવી રીતે કર્યો ત્રીજા બાળકનો ખુલાસો ?