એટીએસની ટીમે લીધી જેલની મુલાકાત લધી. સુરંગના નિરીક્ષણ પછી કેદીઓની કરી પુછપછ
છેલ્લા ઘણા દિવસોથી જેલમાં રોજે રોજ થતા રહેતા હતા વિવિધ કાર્યક્રમો
અમદાવાદની સાબરમતી મધ્યસ્થ જેલની તુલના વારંવાર સાબરમતી આશ્રમ સાથે કરતા રહેતા જેલ સુપ્રીન્ટેન્ડન્ટ આર.જે. પારઘી એ વાત ભુલી ગયા હતા કે, આ આશ્રમમાં સિરીયલ બ્લાસ્ટના આરોપીઓ તથા કટ્ટરવાદી ઇન્ડીયન મુઝાહિદ્દીનના આતંકવાદીઓ પણ છે. પારઘી સાહેબ તો માત્ર જેલમાં જુદા જુદા સેમીનારમાં વ્યસ્ત રહેતા હતા, ત્યારે છોટા ચક્કકરના આ કેદીઓ નો તો એક જ મુદ્દાનો અને એક જ સેમીનાર હતો કે સુરંગ ખોદો અન જેલમાંથી ભાગો.
છેલ્લા ઘણા દિવસોથી જેલમાં રોજે રોજ વિવિધ કાર્યક્રમો થતા રહેતા હતા. જોકે તે અન્ય કેદીઓને જુદી જુદી પ્રવૃત્તિમાં વ્યસ્ત રાખતા હતા અને તેમનું કૌશલ્ય બહાર લાવવામાં મદદરૂપ થતા હતા, પરંતુ સવાલ એ ઉઠે છે કે આ કેદીઓના કૌશલ્ય બહાર લાવવામાં જે કેદીઓ જેલમાં સુરંગ ખોદી શકવાનું કૌશલ્ય ધરાવે છે, તેને કેમ ભુલી જવાય.
વધુ સ્ટોરી વાંચવા માટે ફોટો બદલતા જાવ...