અમદાવાદમાં સી.જી. રોડ પર આવેલા સ્વસ્તિક રસ્તા પરથી એક સિલ્વર કલરની ફોક્સવેગન પસાર થઈ રહી હતી. આ કારના કાચ પર બ્લેક ફિલ્મ લાગી હોવાથી પોલીસે તેમને અટકાવ્યા હતા અને ફિલ્મ લગાવી હોવાથી દંડ ભરવાની અને ફિલ્મ કાઢી નાંખવાની વાત કરી હતી. આ વાત સાંભળીને ગાડીમાં બેઠેલો યુવક રોષે ભરાયો હતો અને પાંડે સાહેબની ગાડી છે, એમ જણાવ્યું હતું.
આ પછી સ્વસ્તિક ચાર રસ્તા પર ફરજ બજાવતા ટ્રાફિક પોલીસ એફ. એ. વસાવાએ આ પાંડે સાહેબ કોણ છે, તેની પુછપરછ કરી હતી. જો કે, આવું પુછાતા યુવક વધારે ગુસ્સે થઈ ગયો હતો અને તેમની સાથે ઉદ્ધતાઇથી વાત કરવા લાગ્યો હતો.
('ભાઈ'એ ટ્રાફિક પોલીસ સાથે કરેલી બબાલ અંગે જાણવા માટે ફોટો બદલો)