આજે સવારે અમદાવાદની પ્રસિદ્ધ હોટેલ કોર્ટયાર્ડ મેરિયટમાં ભયંકર આગ લાગી હતી. જેની જાણ થતાં જ સમગ્ર મીડિયાની નજર ત્યાં મંડાઇ ગઈ હતી. જો કે, મેરિયટના સત્તાધીશોએ આ બનાવ પર પડદો ઢાંકવાનો પ્રયાસ કર્યો હતો અને સામાન્ય આગ હોવાનું જણાવ્યું હતું. જો કે, સૂત્રો પાસેથી જાણવા મળેલી વિગત પ્રમાણે આગ ભયંકર હતી અને સતત બીજી વાર આવી આગ લાગી છે. જો કે, રાષ્ટ્રીય સ્તરની ખ્યાતિ ધરાવતી હોવાથી પોતાની નામનાને આંચ ન આવે તે માટે હોટેલ સત્તાધિશોએ આવું પગલું ભર્યું છે.
આજે સવારે જ્યારે મીડિયા કર્મીઓ આગની ઘટનાને પોતાના કેમેરામાં કંડારી રહ્યા હતા, ત્યારે હોટેલ સત્તાધિશોએ જ્યાં હોટેલનું નામ લખ્યું હતું, ત્યાં પડદા લગાવી દીધા હતા. જેથી હોટેલનું નામ લોકો વાંચી ન શકે. બીજી તરફ હોટેલ કર્મીઓને અંદર પ્રવેશ પણ આપ્યો નહોતો. તસવીરોઃ વિજય ઝવેરી
(વધુ સ્ટોરી વાંચવા માટે ફોટો બદલો)