એક સમયના કોંગ્રેસના વરિષ્ઠ નેતા અને નાયબ મુખ્યમંત્રી નરહરિ અમીનનો આજથી બેથી ત્રણ મહિના પહેલા એવો દબદબો હતા કે, તેમનું નામ સાંભળતા જ બીજેપીના નાકે દમ આવી જતો હતો. તેમને કારણે જ છેલ્લા થોડા વર્ષોમાં ગુજરાત યુનિવર્સિટીનું વાતાવરણ ગરમાયું હતું અને આને કારણે જ વર્તમાન કુલપતિની દારૂડિયાની છાપ ઉપસી હતી, તેવા આ નેતાએ હવે બીજેપીનો રસ્તો અપનાવી લીધો છે.
અત્યાર સુધી કોંગ્રેસ તરફથી પ્રચાર કરતાં નરહરિને ટિકિટ ન આપતાં તેમણે બીજેપીનું શરણું લીધું છે. આથી જ્યારે શિંદેએ રાષ્ટ્રીય સ્વયં સેવક સંઘ અને બીજેપી વિશે ટિપ્પણી કરી ત્યારે તેઓ અમદાવાદમાં કોંગ્રેસ સામે ઉગ્ર વિરોધમાં જોડાઇ ગયા હતા. તસવીરોઃ કલ્પેશ ભટ્ટ
(વધુ સ્ટોરી વાંચવા માટે ફોટો બદલો)