Advertisement
Home >> Madhya Gujarat >> Latest News >> Ahmedabad City >> Fire In Hotel Merriott

અમદાવાદની ફાઈવ સ્ટાર હોટલમાં આગ, વિદેશીઓ બહાર દોડ્યા

1 of 22 Photos

- હોટેલ કોર્ટયાર્ડ મેરિયટમાં આગથી નાસભાગ મચી
- હોટેલ સત્તાવાળાએ એલાર્મ વગાડી લોકોને બહાર નીકળી જવા તાકીદ કરી હતી


સેટેલાઈટ રામદેવનગર ખાતે આવેલી સિતારા હોટેલ કોર્ટયાર્ડ મેરિયટના પહેલા માળના ધાબા ઉપર આવેલી રસોડાની ચીમનીમાં શનિવારે સવારે આગ લાગતાં નાસભાગ મચી ગઇ હતી. જો કે હોટેલમાં કાર્યરત ફાયર સેફટી સિસ્ટમની મદદથી આગ બુઝાવવા તજવીજ શરૂ કરવા સાથે ફાયર બ્રિગેડની પણ મદદ લેવામાં આવી હતી. સદ્દનસીબે ચીમનીમાં લાગેલી આગ હોટેલની અંદર સુધી નહીં પહોંચી શકતાં કોઇ પણ પ્રકારની જાનહાનિ થઇ ન હતી. ફાયર બ્રિગેડની ટીમે ગણતરીની મિનિટોમાં જ આગ પર સંપૂર્ણ કાબૂ લઇ લેતાં હોટેલમાં રોકાયેલા પ્રવાસીઓ તેમજ હોટેલ સ્ટાફે રાહતનો દમ લીધો હતો.

હોટેલ કોર્ટયાર્ડ મેરિયટના રસોડાની ચીમની પહેલા માળે આવેલા ધાબા સુધી જાય છે. શુક્રવારે સવારે ૯.૪૩ વાગ્યે ધાબા પરની ચીમનીમાં આગ લાગી હોવાનો તેમજ ધુમાડાના ગોટા દેખાતા હોવાનો સંદેશો સ્થાનિક રહીશોએ ફાયર બ્રિગેડને આપ્યો હતો. જેના આધારે એડિશનલ ચીફ ફાયર ઓફિસર રાજેશ ભટ્ટ બે ફાઇટર અને બે ટેન્કર સાથે રવાના થયા હતા. જો કે ફાયર બ્રિગેડ પહોંચે તે પહેલાં હોટેલ સત્તાવાળાને આગની જાણ થતાં તેમણે ઈમરજન્સી એલાર્મ વગાડીને હોટેલમાં રોકાયેલા પ્રવાસીઓ તેમજ સ્ટાફને બહાર નીકળી જવા તાકીદ કરી હતી.

જેથી તમામ લોકો બહાર નીકળી ગયા હતા. જ્યારે ધુમાડાના ગોટા જોઇને રાહદારીઓ મોટી સંખ્યામાં ઉમટી પડયા હતા. જ્યારે બીજી બાજુ હોટેલની ફાયર સેફટી સિસ્ટમ કાર્યરત હોવાથી સ્ટાફના માણસોએ તેની મદદથી આગ બુઝાવવા તજવીજ શરૂ કરી હતી. દરમિયાનમાં ફાયર બ્રિગેડની ટીમ આવી પહોંચતાં તેમણે સાથે મળીને ગણતરીની મિનિટોમાં જ આગ બુઝાવી દીધી હતી. હોટેલના સૂત્રોના જણાવ્યા અનુસાર આ વિસ્તાર બંધિયાર નહીં હોવાથી હોટેલના મહેમાનોના વિસ્તારમાં ધુમાડો ગયો નહોતો. સાવચેતીનાં પગલાં તરીકે સલામતી ઈન-ચાર્જ અને અગ્નિ‌સુરક્ષા અધિકારીઓએ આગ લાગ્યાની ૪પ મિનિટમાં જ પરિસ્થિતિ નિયંત્રણમાં લઈ લીધી હતી. હોટેલના બાકીના વિસ્તારને આની કોઈ અસર થઈ નથી અને હોટેલની કામગીરી યથાવત ચાલુ થઈ ગઈ છે.

(વધુ સ્ટોરી વાંચવા માટે ફોટો બદલો)
તસવીરોઃ વિજય ઝવેરી


Your Opinion
 
 
Code:
10 + 1

 
Ad Link
Advertisement
Sabse Bada Match Fixer Contest
 

Top News

 
Advertisement
 

Bollywood

Cricket

Interesting News

 

Business

Religion

 


Jokes

 

Most Read

Photogallery

Email Print Comment
Email Print Comment