છેવટે નમો (નરેન્દ્ર મોદી) પર બિહારની સુમો (સુશીલ મોદી) ભારે પડ્યા. બિહારમાં બીજેપીના નવા અધ્યક્ષના પદ પર પોતાના મનપસંદ મંગલ પાંડેયની તાજપોશી કરાવીને એ પણ સાબિત કરી દીધું કે અમદાવાદમાં નરેન્દ્ર મોદીનું સામ્રાજ્ય ભલે હોય, પાટલીપુત્રમાં એમનું જ ચાલશે.
નરેન્દ્ર મોદીની જેમ હાર્ડ લાઇનરની ઇમેજ ધરાવતા તમામ નેતા સુશીલ મોદીની રણનીતિ સામે પરાસ્ત થતા ગયા. નરેન્દ્ર મોદીના બર્થડે પર કેક કાપીને પોતાને તેમનો વૈચારિક ચેહરો સાબિત કરનારા મંત્રી ગિરીરાજ સિંહ તો એવા પલટ્યા કે તેઓ મંગલ પાંડેયના પ્રસ્તાવક બની ગયા. સુરત અને અમદાવાદમાં નરેન્દ્ર મોદીની તારીફોના શિખર ઊભા કરનાર સ્વાસ્થ્ય મંત્રી અશ્વિની ચૌબે પણ બિહાર વાળા મોદીના રસ્તેથી હટી ગયા હતા.
વધુ સ્ટોરી વાંચવા માટે ફોટો બદલો...