ગેંગ રેપની પીડિતા તરુણીએ કર્યો આપઘાતનો પ્રયાસ
દિલ્હીમાં યુવતી પર થયેલા ગેંગ રેપની આગ હજૂ ઓલવાઇ નથી, ત્યાં અમદાવાદમાં ગેંગ રેપનો વધુ એક કિસ્સો સામે આવ્યો છે. અમદાવાદના ધોળકા શહેરની તરુણીએ ગેંગ રેપનો ભોગ બન્યા પછી આત્મહત્યા કરવાનો પ્રયાસ કર્યો છે. આ ઘટના પ્રકાશમાં આવતાં ફરીવાર લોકો ધ્રુજી ગયા છે.
અમદાવાદની ગેંગ રેપની આ પીડિતા તરુણીએ પોતાના ઘરે ઝેરી દવા પીને આપઘાત કરવાનો પ્રયાસ કર્યો હતો, તેમ પોલીસે જણાવ્યું હતું. 14 વર્ષીય તરુણીની હાલત ખૂબ ગંભીર છે અને તેને વેન્ટીલેટર પર રાખવામાં આવી છે.
પોલીસે એમ પણ જણાવ્યું હતું કે, ગત છઠ્ઠી ડિસેમ્બરે આ તરુણની ધોળકા પાસેથી કારમાં અપહરણ કરાયું હતું અને આ પછી કારમાં જ બે વ્યક્તિ દ્વારા બળાત્કાર ગુજારવામાં આવ્યો હતો. આ પછી 14મી ડિસેમ્બરે તેના પરિવારે પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી.
(વધુ સ્ટોરી વાંચવા માટે ફોટો સ્ક્રોલ કરો.)
મહિલાઓનું સન્માન કરવાનો સંકલ્પ લો
ભારતના યુવાનો ઈન્ડિયાગેટથી લઈને રાષ્ટ્રપતિ ભવન સુધી પ્રદર્શન થઈ રહ્યું છે. કાયદો જ્યારે બનશે, ત્યારે બનશે. જ્યારે દિલથી મહિલાઓની ઈજ્જત કરીશું, ત્યારે તેમની સામેનાં ગુનાઓ અટકશે. આ સમયે મહાઅભિયાનમાં જોડાવાનો સંકલ્પ કરી શકીએ. અમારા આ મહાઅભિયાનમાં જોડાઓ અને સંકલ્પ કરો કે હું મહિલાઓનું સન્માન કરીશ.






