DaxinGujarat MadhyaGujarat
Saurashtra
UttarGujarat
Kutchh
Ahmedabad
Vadodara
Surat
Rajkot
DiuDaman
Bhavnagar
Mumbai
Gujarat ni Gupsup
Home >> Madhya Gujarat >> Latest News >> Ahmedabad City >> નરોડા-પાટિયા હત્યા કેસમાં ભાગેડુ આરોપીના જામીનદારને કોર્ટમાં રજુ કરાયો
એસઆઇટી આરો
નરોડા-પાટિયા હત્યા કેસમાં ભાગેડુ આરોપીના જામીનદારને કોર્ટમાં રજુ કરાયો એસઆઇટી આરોપીના વકીલોને પણ કોર્ટ સમક્ષ રજુ કર્યા
mayur joshi
| Aug 30, 2012, 17:04PM IST
નરોડા-પાટિયા હત્યા કેસમાં ભાગેડુ આરોપીના જામીનદારને કોર્ટમાં રજુ કરાયો
એસઆઇટી આરોપીના વકીલોને પણ કોર્ટ સમક્ષ રજુ કર્યા
નરોડા પાટિયા હત્યા કેસમાં ૩૨ આરોપીઓને દોષીત સ્પે. કોર્ટે ઠેરવ્યા છે. દોષીત ૩૨ પૈકી સુરેશ દાનુભાઈ નેતલકર નામનો આરોપી ગઇ કાલે હાજર રહ્યો ન હતો. જેથી કોર્ટે તેની સામે બીન જામીનપાત્ર વોરંટ કાઢ્યું હતું. દરમિયાનમાં આજે સ્પે. કોર્ટમાં એસઆઇટીના અધિકારીઓએ આરોપીના જામીનદારને કોર્ટ સમક્ષ રજુ કર્યો હતો.
જામીનદારે કોર્ટને જણાવ્યું હતુ કે, હું સુરેશને ઓળખતો જ નથી, વકીલોએ કહ્યું હતુ તે માટે મે જામીનદાર તરીકે સહી કરી હતી. જેના કારણએ કોર્ટે વકીલોને પણ બોલાવ્યા હતા. જેથી એસઆઇટીના અધિકારીઓ મેટ્રોકોર્ટના ત્રણ વકીલોને સ્પે. કોર્ટ સમક્ષ લઇ ગયા હતા. જ્યાં કોર્ટે ત્રણે એડવોકેટનો ઉઘડો લીધો હતો અને આવતીકાલે સુરેશને હાજર કરવાનો આદેશ કર્યો છે.






