Advertisement
Home >> Madhya Gujarat >> Latest News >> Ahmedabad City >> (ફોટા ઉતાર્યા છે) આઇપીએસ અ્ધિકારી વિકાસ સહાયના ઘરમા દારુની મહેફીલ માણતા યુવક યુવતીઓ

(ફોટા ઉતાર્યા છે) આઇપીએસ અ્ધિકારી વિકાસ સહાયના ઘરમા દારુની મહેફીલ માણતા યુવક યુવતીઓ ઝડપાયા ફ્રેન્ડશીપ ડે નિમીત્તે ધનીક બાપતની દીકરીેઓેે ઘરમાં પાર્ટી કરી રહી હતી ત્યારેજ પોલીસ ત્રાટકી

ketan dave | Aug 05, 2012, 17:26PM IST
 
 


-એનઆઇએફડીની વિદ્યાર્થીનીઓ વિકાસ સહાયના ઘરમાં ભાડેથી રહેતી હતી
-છ યુવતીઓ અને બે યુવકો સહિત આઠ જણાને વસ્ત્રાપુર પોલીસે ઝડપી લીધા


ફ્રેન્ડશિપ ડેની ઉજવણી ભારે પડી તમામ યંગસ્ટર્સ એનઆઈએફટી અને સ્કેટના વિદ્યાર્થી

એસજી હાઈવે પરની ગ્રાન્ડ ભગવતી હોટલ પાસે આવેલા નેબ્યુલા ટાવરમાં આઇપીએસ અધિકારી વિકાસ સહાયના ફ્લેટમાં ભાડેથી રહેતી યુવતીના ઘરમાં દારૂની મહેફિલ માણતાં છ યુવતી અને બે યુવકો ઝડપી લીધાં હતાં. કરોડપતિ બાપના બગડેલાં સંતાનોએ દારૂ ઢીંચીને ફ્રેન્ડશિપ ડેની ઉજવણી કરવાનું નક્કી કર્યુ હતું અને પોલીસે તેમને ઝડપી લીધાં હતાં. ઝડપાયેલાં આઠેય યુવક-યુવતીઓ એનઆઇએફટી તથા સ્કેટના વિદ્યાર્થીઓ તથા પાંચ યુવક-યુવતીઓ સુરતના હોવાનું પ્રકાશમાં આવ્યું હતું. સાંજે તમામને જામીન પર મુક્ત કરી દેવાયાં હતાં.

અતિ પોશ વિસ્તાર બોડકદેવના નેબ્યુલા ટાવરમાં આઇપીએસ અધિકારી અને રક્ષાશક્તિ યુનિવર્સિ‌ટીના આઇજી વિકાસ સહાયના ફ્લેટમાં છેલ્લા કેટલાય દિવસોથી જુદાં જુદાં યુવક-યુવતીઓ આવતાં જતાં નજરે પડતાં હતાં. તેમની હરકતો અને વર્તણૂક જોઇ સમગ્ર ટાવરના રહેવાસીઓનું ધ્યાન તેમના તરફ હતું. સ્થાનિક રહેવાસીઓએ તપાસ કરતાં નેબ્યુલા ટાવરના ડી-૬૪ નંબરના વિકાસ સહાયના ફ્લેટમાં માનસી કીર્તિ‌ભાઇ તુલી (૨૦)નામની એનઆઇએફટીની વિદ્યાર્થિ‌ની ભાડે રહેતી હોવાનું અને તેના ઘરે તેના મિત્રો અને સહેલીઓ આવતાં જતાં હોવાનું જાણવા મળ્યું હતું.

દરમિયાન શનિવારે માનસીના ફ્લેટમાં તેની પાંચ સહેલીઓ અને બે મિત્રો ટૂંકા વસ્ત્રોમાં પ્રવેશતાં સીસીટીવી કેમેરાના ફૂટેજમાં કેદ થઇ ગયાં હતાં. જોકે સામાન્ય રીતે માનસીના ઘરે આવતા તેના મિત્રો મોડી સાંજે પરત ચાલ્યા જતા હતા પરંતુ માનસીના ફ્લેટમાં પ્રવેશેલાં યુવક-યુવતીઓ સવાર સુધી બહાર ન નીકળતાં નેબ્યુલા ટાવરના એસ્ટેટ મેનેજર વ્યોમેશ રાવલ અને સિક્યુરિટી ગાર્ડે ફ્લેટનો દરવાજો ખોલાવતાં તેમાં બે યુવકો અને છ યુવતીઓ દારૂના નશામાં ચૂર થઇને પડેલાં નજરે પડયાં હતાં.

પૂર્વ સેક્રેટરી શૈલેશ મહેશ્વરીએ તરત જ પોલીસને જાણ કરી હતી. જોકે ફ્લેટ વિકાસ સહાયનો હોવાની માહિ‌તી મળતાં પોલીસે પહેલાં તો ભીનું સંકેલવાનો પ્રયાસ કર્યો હતો પરંતુ શૈલેશ મહેશ્વરીએ અન્ય આઇપીએસ અધિકારીઓને આ બાબતે જાણ કરતાં પોલીસે આવી બંધબારણે આ યુવક-યુવતીઓની પૂછપરછ કરી દારૂની મહેફિલ માણવાના ગુનાસર ધરપકડ કરી હતી અને તેમની પાસેથી આરસી અને સ્મીરનોફ વોડકાની બે બોટલ કબજે લીધી હતી.

પોલીસે નેબ્યુલા ટાવરમાં લાગેલા સીસીટીવી કેમેરાના ફૂટેજ ચેક કરતાં શનિવારે માનસીના ફ્લેટમાં આવેલી ટૂંકા વસ્ત્રોવાળી યુવતીઓ અને યુવકો રાત્રે ત્રણેક વાગ્યે પણ ટાવરના પેસેજમાં ફરતા નજરે મળ્યાં હતાં. બે યુવક અને ત્રણ યુવતીઓ સુરતના ધનિક બાપનાં સંતાનો છે. જ્યારે ત્રણ યુવતીઓ અમદાવાદની છે. વિકાસ સહાયનો ફુલ્લી ફર્નિ‌શ્ડ ફ્લેટ ભાડે રાખનાર માનસી તુલીનો જન્મ સાઉદી અરેબિયામાં થયો છે અને તેનો પરિવાર લંડનમાં રહેતો હોવાનું જાણી શકાયું હતું.

પોલીસ કંટ્રોલરૂમમાં ૧૦ ફોન કર્યા ત્યારે પોલીસે વિકાસ સહાયના ફ્લેટમાં રેડ કરી: શૈલેશ મહેશ્વરી

વિકાસ સહાયના ફ્લેટમાં નબીરાઓ દારૂની મહેફિલ માણી રહ્યા હોવાની જાણ થતાં સવારે ૭-૪૦ વાગ્યે કંટ્રોલરૂમાં ફોન કરી આ બાબતે જાણ કરી હતી. જોકે વીસ મિનિટ સુધી પોલીસ નહી આવતાં ૮-૦૦ વાગ્યે પણ કંટ્રોલરૂમમાં ફોન કર્યો હતો પરંતુ ત્યાં સુધી આ ફ્લેટ વિકાસ સહાયનો હોવાની જાણકાર પોલીસને મળી જતાં પોલીસ કંટો્રલરૂમમાં શૈલેશ મહેશ્વરીના ફોન રિસીવ કરવાનું બંધ થઇ ગયું હતું. જોકે આ દારૂની મહેફિલ બાબતે મહેશ્વરીએ આઇપીએસ અધિકારી મોહન ઝા, આશિષ ભાટિયાને ફોન કર્યા હતા તથા રાજ્યના પોલીસવડા ચિત્તરંજનસિંહ તથા જી.સી.મુરમુને પણ આ બાબતે મેસેજ કર્યા બાદ પોલીસ નેબ્યુલા ટાવરમાં પહોંચી હતી.

કોણ કોણ પકડાયાં

૧) સનાયા સંજયભાઈ બજાજ (ઉં.વ.૨૦) રહે. સનરાઇઝ પાર્ક વસ્ત્રાપુર, અભ્યાસ: એનઆઇએફટી, ગાંધીનગર

૨) અંજલિ દિનેશ બચકાનીવાલા (ઉં.વ.૨૦) હિ‌મસન બંગલોઝ, અભ્યાસ: ડીઆરબી કોલેજ, સુરત

૩) કાયલ પ્રકાશ પારખ (ઉં.વ.૨૦) પંચશીલ સોસાયટી , ઉસ્માનપુરા, અભ્યાસ: એનઆઇએફટી, ગાંધીનગર

૪) ન‌શ્ચિ‌લ કિશન આહુજા (ઉં.વ.૨૦) આદર્શ સોસાયટી, અઠવા લાઇન્સ, સુરત અભ્યાસ: સ્કેટ, ટેક્સટાઇલ એન્જિનિયરિંગ

પ) સ્ટીવ સ્ટેનલી માર્ટીન (ઉં.વ.૨૦) જીવન ઐશ્વર્યાપાર્ક, ઘોડદોડ રોડ, સુરત, અભ્યાસ: સ્કેટ, ટેક્સટાઇલ એન્જિનિયરિંગ

૬) તનવી હરેશ સાવલાની (ઉં.વ.૨૦) સાવલાની એસ્ટેટ, નર્મદ લાઇબ્રેરી પાસે, ઘોડદોડ રોડ, સુરત અભ્યાસ: એનઆઇએફટી, ગાંધીનગર

૭) માનસી કીર્તીભાઇ તુલી(૨૦) નેબ્યુલા ટાવર, બોડકદેવ, અભ્યાસ એનઆઇએફટી, ગાંધીનગર

૮) બિનાઝ કેરસી પારસી(૨૦) જોરાષ્ટ્રીયન બીલ્ડીંગ ઘોડદોડ રોડ, સુરત, અભ્યાસ સાર્વજનીક એજ્યુકેશન ટ્રસ્ટ સુરત

 તસવીરો: કરણસિંહ પરમાર અને કેતન દવે, અમદાવાદ




 

Your Opinion
 
 
Code:
9 + 5

 
Ad Link
Advertisement
 

Top News

 
Advertisement
 

Bollywood

Cricket

Interesting News

 

Business

Religion

 


Jokes

 

Most Read

Photogallery

Email Print Comment
Email Print Comment