Advertisement
Home >> Madhya Gujarat >> Latest News >> Ahmedabad City >> (કેપ) સફાઈના મુદ્દે મહાનગરપાલિકાનાં કડક પગલાં લેવાની તૈયારી (હેડિંગ) ગંદકી કરનારા ના

(કેપ) સફાઈના મુદ્દે મહાનગરપાલિકાનાં કડક પગલાં લેવાની તૈયારી (હેડિંગ) ગંદકી કરનારા નાગરિકને દંડશે કોર્પો.ની મોબાઇલ કોર્ટ મ્યુનિસપિલ કમિશનરે સ્થાયી સમિતિ સમક્ષ દરખાસ્ત મૂકી

Ashish Acharya | Jun 26, 2012, 17:26PM IST
 
 


- મ્યુનિસપિલ કમિશનરે સ્થાયી સમિતિ સમક્ષ દરખાસ્ત મૂકી

ગાંધીનગર મહાનગરપાલિકા સફાઈના મુદ્દે કડક પગલાં લેવા જઈ રહી છે. ઘરઆંગણે કે જાહેર માર્ગ પર કચરો ફેંકનારા કે ગંદકી કરનારા નાગરિક સામે મ્યુનિસિપલ કમિશનરે લાલ આંખ કરી છે. આવા નગરજનો સામે શિક્ષાત્મક તથા દંડનીય કાર્યવાહી કરવામાં આવશે અને તે માટે ર્કોપોરેશન વિસ્તારમાં મોબાઇલ ર્કોટ ફરતી કરવામાં આવશે. આ માટે મ્યુનિસિપલ કમિશનરે સ્થાયી સમિતિ સમક્ષ દરખાસ્ત રજૂ કરી છે. સ્થાયી સમિતિની ૨૮મીએ મળનારી બેઠકમાં આ અંગે નિર્ણય લેવામાં આવશે.


ગાંધીનગર મહાનગરપાલિકા વિસ્તારમાં હેલ્થ એન્ડ સેનિટેશનને લગતા ગુનાઓના ઝડપી નિકાલ માટે મોબાઇલ ર્કોટ શરૂ કરવા માટે મ્યુનિસિપલ કમિશનર સી. આર. ખરસાણે દરખાસ્ત કરી છે. સ્થાયી સમિતિની ૨૮મીએ મળનારી બેઠકમાં આ દરખાસ્ત અંગે નિર્ણય લેવામાં આવશે.


મોબાઇલ ર્કોટમાં કેસ ચલાવવા માટે વડી


અદાલત અને કાયદા વિભાગના પરામર્શથી નક્કી થયેલી ફોર્મુલા પ્રમાણે ન્યાયાધીશની નિયુક્તિ કરવામાં આવશે. ર્કોટ સાથે પોલીસ બંદોબસ્ત હશે અને પ્રિઝનર વેન પણ રાખવામાં આવશે.


જે નાગરિક દંડ નહીં ભરે તેને પ્રિઝનર વેનમાં બેસાડી જેલમાં લઈ જવાની દંડનીય કાર્યવાહી પણ કરવામાં આવશે. મોબાઇલ ર્કોટ ર્કોપોરેશનના વિસ્તારમાં ફરશે. ગાંધીનગરમાં ગંદકી અને કચરાનિકાલની સમસ્યા વકરી છે અને અવારનવરા સામાન્ય સભામાં પણ સફાઈના મુદ્દે વિપક્ષ ભાજપ શાસક પક્ષ કોંગ્રેસ પર પસ્તાળ પાડતો રહે છે. ઉપરાંત તંત્રની પણ બેદરકારી હોવાના આક્ષેપો થઈ રહ્યા છે ત્યારે મ્યુનિસિપલ કમિશનરે મોબાઇલ ર્કોટની દરખાસ્ત કરી છે.


કચરાના કન્ટેનરને નંબર આપી રંગવામાં આવશે


ર્કોપોરેશન હસ્તકનાં ૩૦૦ જેટલાં કચરાનાં કન્ટેનરને રંગવામાં આવશે અને તેની પર 'ગાંધીનગર મહાનગરપાલિકા’ અને ક્રમ લખવામાં આવશે. જેથી કયું કન્ટેનર કયા વિસ્તારમાં છે તેની માહિ‌તી મળી શકે.


કોણ કોણ દંડાશે?


ઘરઆંગણે કચરો નાખનારા નાગરિકો.


જાહેર માર્ગ પર કચરો-એંઠવાડ નાખતા લોકો.


સફાઈ થયા પછી ગંદકી ફેલાવતા નગરજનો.


ડસ્ટબીન ન રાખનારા વેપારી-દુકાનદારો.


 
 
 

Your Opinion
 
 
Code:
4 + 2

 
Ad Link
Advertisement
 

Top News

 
Advertisement
 

Bollywood

Cricket

Interesting News

 

Business

Religion

 


Jokes

 

Most Read

Photogallery

Email Print Comment
Email Print Comment