ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સિટી (જીટીયુ) દ્વારા રાજ્યની તમામ કોલેજોને સૈનિક વેલ્ફેર ફંડ માટે ફાળો આપવા આદેશ કર્યો છે. અત્યાર સુધી માત્ર ૮ જેટલી કોલેજોએ જ ફાળો આપ્યો હોઇ અન્ય કોલેજોને પણ ૨૫ ફેબ્રુઆરી સુધી ફાળો આપવા માટે આહ્વાન કરાયું છે.
જીટીયુ દ્વારા રાજ્યની તમામ કોલેજોને પત્ર લખી અગાઉ સૈનિક ફંડ માટે ફાળો આપવા જણાવ્યું હતું. જેના માટે જીટીયુએ કોલેજોને ફોર્મેટ પણ મોકલી તેમાં રકમની એન્ટ્રી કરી ફાળો મોકલી આપવા માટે જણાવ્યું હતું. જોકે તેમ છતાં રાજ્યની માત્ર આઠ જેટલી સંસ્થાઓ દ્વારા જ ફાળો મોકલવામાં આવ્યો હતો.
દરમ્યાન જીટીયુએ રાજ્યની તમામ કોલેજોને ફરીથી એક પત્ર લખી ફંડ માટે ફાળો આપવા આહ્વાન કર્યું છે. જેમાં કોલેજોને ૨૫ ફેબ્રુઆરી સુધીમાં ફાળો જીટીયુ ખાતે મોકલી આપવા માટે તાકીદ કરી હોવાનું જાણવા મળે છે.