Get Divyabhaskar on mobile   E-Paper
 
Divya Bhaskar
Advertisement
 
 
 
 

ગુજરાત એસ.ટી.ની સાત વોલ્વો બસ દોડતી થઈ

 
 
 
Source: Sameer Rajput   |   Last Updated 1:21 PM [IST](12/03/2011)
 
|  
 
 
1 of 4 Photos
ગુજરાત એસ.ટી.ની સાત વોલ્વો બસ દોડતી થઈ
 
 
 
 
 
 

Your Opinion

 

Code :
8 + 7

 


- ખાનગી બસોને હવે સરકારી વોલ્વો સીધી ટક્કર આપશે

ગુજરાત એસ.ટી. નિગમ દ્વારા પેસેન્જરોની સુવિધા વધારવા માટે સૌ પ્રથમવાર સાત નવી વોલ્વો કોચ ‘સ્વર્ણિમ એક્સપ્રેસ વોલ્વો કોચ બસો’ની સેવાનું લોકાર્પણ કરાયું હતું. એસ.ટી.નિગમ દ્વારા કુલ ૨૫ ‘સ્વર્ણિમ એક્સપ્રેસ વોલ્વો કોચ બસો’ શરૂ કરવાનો મહત્વપૂર્ણ નિર્ણય કરાયો છે. શનિવારે દોડતી થયેલી સાત વોલ્વો બસોમાં અમદાવાદથી ભુજ, રાજકોટ, બરોડા, જામનગર અને સુરતના એરપોર્ટના પેસેન્જરોને પણ આવરી લેવાય તેવી રીતે બસનાં રૂટનું આયોજન કરાયું છે.

આ વોલ્વો બસનું લોકાર્પણ રાજ્યકક્ષાના કુટીર ઉદ્યોગ, મીઠા ઉદ્યોગનો સ્વતંત્ર હવાલો અને વાહન વ્યવહારના આયોજનનો હવાલો સંભાળતા મંત્રી રણજિતભાઇ મંગુભાઇ ગિલિટવાલાને હસ્તે કરાયું હતું.

આ પ્રસંગે ગિલિટવાલાએ વોલ્વો બસની શરૂ થયેલી સેવાને એસ.ટી. નિગમનાં છોગામાં ચાર ચાંદ સમાન ગણાવી હતી. તેમણે એસ.ટી.નાં સ્ટેન્ડને વધુ સુંદર અને ચોખ્ખું બનાવવા માટે લોકો અને એસ.ટી. નિગમનાં સ્ટાફને અનુરોધ કર્યો હતો. જ્યારે એસ.ટી. નિગમના અધ્યક્ષ બાબુભાઇ ઘોડાસરાએ નિગમ દ્વારા રાજ્યકક્ષાએ અપાતી બસોની સેવાની માહિતી આપી હતી.

- બસનો રૂટ, સમય અને ભાડું :

બપોરે ૧૩ કલાકે અમદાવાદથી વાયા ધ્રાગંધ્રા-ગાંધીધામ-અજારથી ભુજ, (ભાડું R ૫૨૧). સવારે ૬ કલાકે અમદાવાદથી વાયા પાલડી-લીંબડી-ચોટીલા- રાજકોટ અને સવારે ૬ વાગ્યે રાજકોટથી અમદાવાદ, (ભાડું R ૩૨૦). રાત્રે ૨૧ કલાકે અમદાવાદ એરપોર્ટથી વાયા અમદાવાદ એસ.ટી. સ્ટેન્ડથી વડોદરા અને ૮.૩૦ કલાકે વડોદરાથી અમદાવાદ એસ.ટી. સ્ટેન્ડથી અમદાવાદ એરપોર્ટ, (ભાડું R ૧૭૭). અમદાવાદજ-વડોદરા વાય સીટીએમ- એક્સપ્રેસ વે વડોદરા, (ભાડું R ૧૬૦). સવારે ૧૧.૩૦ કલાકે અમદાવાદ એરપોર્ટથી સુરત અને ૧૪.૩૦ કલાકે સુરતથી અમદાવાદ એરપોર્ટ, (ભાડું R ૩૮૭). અમદાવાદ-સીટીએમ- એક્સપ્રેસ વે- સુરત, (ભાડું R ૩૭૦) તેમજ સવારે ૬.૩૦ કલાકે અમદાવાદ એરપોર્ટથી જામનગરની બસનું ભાડું R ૪૭૧ જેટલું રહેશે.

- ‘સ્વર્ણિમ એક્સપ્રેસ વોલ્વો કોચ બસો’ની સુવિધા :

તમામ બારીઓમાં પડદા, આકર્ષક ઇિન્ટરિયર, ટીવી અને ડીવીડી, મેટાલિક કલર સ્કીમ, ૫૫ ડિગ્રી ઊંચા તાપમાનમાં પણ પૂરતી ઠંડક આપે તેવી ક્ષમતા ધરાવતું એરકન્ડશિનર, વ્યકિતગત સીટ પર એરકન્ડશિનરના નિયંત્રણની સુવિધા, સંપૂર્ણ એર સસ્પેન્શનથી આરામદાયક મુસાફરી, ટુ બાય ટુ પુસબેક, વ્યકિતગત રીડિંગ લેમ્પ, મેગેઝિન હોલ્ડર, પાણીની બોટલ, મોબાઇલ અને લેપટોપ પ્લગ ઇનની સુવિધા ઊભી કરવામાં આવી છે.

તમામ તસવીરો - વિજય ઝવેરી


 
Advertisement
 

Top News

 
 
 
 
 
 
 
 
 

Bollywood

 
 
 
 
 
 
 
 
 

Cricket

 
 
 
 
 
 
 
 
 

Interesting News

 
 
 
 
 
 
 
 
 

Business

 
 
 
 
 
 
 
 
 

Religion

 
 
 
 
 
 
 
 
 

Jokes

 
 
 
 
 
 
 
 
 

Most Read

 
 
 
 
 
 
 
 
 

Photogallery

Most Viewed

Sexually Charged Photography
Unveiling Victoria's latest collection
Just Added

इफ्तेखार स्मृति में आयोजित नाटय समारोह में रवीन्द्र भवन में बुधवार को नाटक एक ठग।
गर्मी से बचने.. दुपट्टे का सहारा
 
 
 
 
 



Copyright © 2011-12 DB Corp ltd., All Rights Reserved.
Site Powered by I Media Corp. Ltd IMCL, DB Corp Ltd. Enterprise.