રાજ્યભરના શની-મંગળ દોષવાળા લગ્નોત્સો યુવક યુવતીઓ કે જેમને જીવનસાથીની પસંદગીમાં ઘણી તકલીફો પડતી હોય છે . આવા માત્ર અને માત્ર શનિ મંગળના દોષવાળા ઉમેદવારો માટે શહેરની વિના મુલ્ય અમુલ્ય સેવા નામની સંસ્થા દ્વારા રાજ્યમાં પહેલીવખત જીવનસાથી પસંદગી મેળાનું આયોજન કરવામાં આવેલ છે. જેમાં શનિ- મંગલના દોષવાળા કોઇ પણ જ્ઞાતિના કુંવાર ઉમેદવારો ભાગ લઇ શકશે.
અનોખા જીવનસાથી પસંદગી મેળાનું આયોજન આવતીકાલે તા. ૫-૯-૨૦૧૦ ને રવિવારના રોજ પાલડી મહેદી નવાઝ જંગ હોલ ખાતે કરવામાં આવ્યું છે. આ પસંદગી મેળામાં ભાગ લેવા ઇચ્છતા ઉમેદવારોએ રવિવારે બપોરે ૧૨ કલાકે મહેદીનવાઝ હોલ ખાતે ઉપસ્થીત રહેવા જણાવવામાં આવ્યું છે.
અનોખા જીવનસાથી પસંદગી સંમેલન અંગે માહિતી આપતાં વિના મુલ્ય અમુલ્ય સેવાના સંચલક નટુભાઇ પટેલ તથા ભારતીબેન રાવલે જણાવ્યું હતું કે તેમની સંસ્થા ઘણા વર્ષોથી કોઇ પણ પ્રકારની ફી લીધા વગર જીવનસાથી પસંદગી સંમેલનનું આયોજન કરે છે.
જેમાં ઘણી વખત લગ્ન માટે આવતા યુવક-યુવતીઓ પૈકી ઘણા યુવક-યુવતીઓની જન્મ કુંડળીમાં મંગળ-શનીનો દોષ હોવાથી તેમને લગ્નમા તકલીફ થતી હોય છે. જેને માટે મંગળ-શનિ દોષવાળા યુવક-યુવતીઓ માટે ખાસ જીવનસાથી પસંદગીમેળાનું આયોજન કરવામાં આવેલ છે. જેમાં માત્ર શનિ અને મંગળ દોષ વાળાજ યુવક-યુવતીઓજ ભાગ લેનાર હોવાથી તમામને આસાનીથી યોગ્ય જીવનસાથી મળી રહેવાની શક્યાતા છે.