Get Divyabhaskar on mobile   E-Paper
 
Divya Bhaskar
Advertisement
 
 
 
Home >> Madhya Gujarat >> Latest News >> Ahmedabad City
 

નોમને દિવસે ખવાતી પત્રાળીના ફાયદા

 
Source: Sameer Rajput   |   Last Updated 4:28 PM [IST](02/09/2010)
 
 
 
 
Advertisement
 

ચોમાસામાં વ્યકિતનો જઠરાગ્નિ મંદ પડી જાય છે, જેને કારણે વ્યકિતની પાચ શક્તિ મંદ પડી જવાથી ગેસ, અપચો જેવાં વિવિધર રોગથી લોકો પરેશનાં થઇ ઉઠે છે. પરંતુ, મહત્વની વાત એ છે કે, જન્માષ્ઠમી બાદ આવતી નોમને દિવસે ખવાતી પત્રાળી જઠરાગ્નિને પ્રદિપ્ત કરીને પાચ શકિત સુધારે છે.


પંચકર્મ નિષ્ણાત ડો. મિલ્લકાબહેન શાહે જણાવ્યું હતું કે, ચોમાસામાં લોકોની પાચન શકિત મંદ પડી જતી હોવાથી શ્રાવણ માસમાં ઊપવાસ કરવાનો મહિમાં છે. ખાસ કરીને રાંધણ છઠ્ઠને દિવસે બનાવેલું ઠંડુ ભોજન શીતળા સાતમને દિવસે લોકો જમે છે, અને જન્માષ્ઠમીને દિવસે ઉપવાસ કરે છે. ત્યારબાદ નોમને દિવસે તમામ પ્રકારનાં શાકભાજીમાંથી પત્રાળી ખાવાનો મહિમા છે.


પત્રાળીમાં તમામ પ્રકારના શાકભાજી અને ભાજી આવતી હોવાથી આ છપ્પનભોગ પત્રાળી આરોગવાથી શરીરમાં તમામ પ્રકારનાં શાકભાજી અને ભાજીમાંથી ઝરતો રસ મંદ પડી ગયેલા જઠરાગિ્નને પ્રદિ’ કરે છે. જેથી વ્યકિતનાં પેટમાં પડેલા ખોરાકનું સુયોગ્ય રીતે પાચન થતાં તેમની પાચન શક્તિ વધે છે. તેમજ પાચન શકિત વધવાથી વ્યકિતને વિવિધ રોગો સામે લડવા માટે જરૂરી રોગપ્રતિકારક શકિતમાં વધારો થાય છે.


 
 
 
 
 
 
 
 
 
 

Your Opinion

 

Code :
10 + 10


 
Advertisement
 
Valentines-Day
 

Top News

 
 
 
 
 
 
 
 
 

Bollywood

 
 
 
 
 
 
 
 
 

Cricket

 
 
 
 
 
 
 
 
 

Interesting News

 
 
 
 
 
 
 
 
 

Business

 
 
 
 
 
 
 
 
 

Religion

 
 
 
 
 
 
 
 
 

Most Read

 
 
 
 
 
 
 
 
 
 
 
 
|  
|  




Copyright © 2011-12 DB Corp ltd., All Rights Reserved.
Site Powered by I Media Corp. Ltd IMCL, DB Corp Ltd. Enterprise.