Get Divyabhaskar on mobile   E-Paper
 
Divya Bhaskar
Advertisement
 
 
 
Home >> Madhya Gujarat >> Latest News >> Ahmedabad City
 

વિવિધ રોગનાં દુખાવામા માત્ર દવાથી દુખાવો દૂર કરતાં ક્લિનીકનો પ્રારંભ

 
Source: Sameer Rajput   |   Last Updated 4:12 PM [IST](02/09/2010)
 
 
 
 
Advertisement
 

૧૦૦માંથી ૮૦ દર્દીઓને આ ટ્રીટમેન્ટથી ફાયદો


કમર, ગરદન, પીઠ, ગાદી ખસવી કે કેન્સરનાં રોગમાં કેટલીકવાર દુખાવો અસહ્ય બની જાય છે. જેને કારણે દર્દીને ઓપરેશન કરાવવું એજ એક ઊપાય લાગતો હોય છે. પરંતુ, આનંદની વાત એ છે કે, શહેરમાં ઓપરેશન વગર દુખાવાની સારવાર કરતાં કલિનીકનો આજથી પ્રારંભ થયો છે.


નવરંગપુરામાં ‘ચીયર્સ ઇન્ટરવેનન્શનલ પેઇન મેનેજમેન્ટ’ નામથી શરૂ થયેલાં આ કલીનીકનું ઊદઘાટન અમેરિકાનાં કોમ્પ્રેહેિન્સવ પેઇન મેનેજમેન્ટનાં જાણીતા ડો. રાજેશભાઇ પટેલને હસ્તે કરવામાં આવ્યું હતું.
 
અમેરિકાનાં એટલાન્ટામાં ત્રણ જેટલાં પેઇન કિલનીક ધરાવતાં ડો. રાજેશ પટેલે જણાવ્યું હતું કે, િકલનીકમાં આવતાં ૧૦૦માંથી ૮૦ દર્દીઓને આ ટ્રીટમેન્ટથી ફાયદો થયો છે, માત્ર ૨૦ દર્દીઓ જ એવા હોય છે કે જેમને વધુ સઘન સારવારની જરૂર પડે છે. આ ૨૦ ટકા દર્દીમાંથી પાંચ ટકા દર્દી એવા હોય છે જેમને ઓપરેશન વગર દર્દ મટાડવું શકય નથી હોતું તેવાં દર્દીને ઓપરેશન માટેની સલાહ અપાય છે.


મ«તવની વાત એ છે કે, અમેરિકામાં દર્દી જ્યારે સર્જરીનો મેડિકલેઇમ મુકે છે, ત્યારે ખુદ ઇન્શ્યોરન્સ કંપની દ્વારા દર્દીએ સર્જરી કરાવતાં પહેલાં અન્ય કોઇ ટ્રીટમેન્ટ કરાવી છે કે કેમ તેની સંપૂર્ણ માહિતી મેળવવામાં આવે છે.
 
‘ચીયર્સ ઇન્ટરવેનન્શનલ પેઇન મેનેજમેન્ટ’ નાં ડાયરેકટર અને ઇન્ટરવેન્શનલ સ્પેશિ્યાલીસ્ટ ડો. અશોક પટેલ અને સિરાજ મુન્શીએ જણાવ્યું હતું કે, કમર, ગરદન, પીઠ, ગાદી ખસવી કે કેન્સરનાં રોગમાં જ્યારે દુખાવો અસહ્ય બની જાય અથવા નાના મોટા અકસ્માતોને લીધે કે ઊંમરને કારણે થતાં ઘસારાથી કમર કે ગરદન જકડાઇ જવાની, પડખુ ફેરવવામાં ઊભી થતી મુશ્કેલીમાં ઓપરેશન વગર પણ દુખાવો દૂર કરી શકાય છે.


આવી તકલીફોથી પીડાતા દર્દીને પેઇન િકલનીકમાં સાંધાના દુખાવાનું કે જે તે રોગ પ્રમાણે દુખાવો ઘટાડવાનું નિદાન કરવા માટે જયાં દુખાવો થતો હોય ત્યાં એક ઇન્જેકશન આપવામાં આવે છે, જેનાથી દર્દીને દુખાવામાં રાહત મળે તો દુખાવા માટે જવાબદાર નસને શોધીને તેને બ્લોક કરવામાં આવે છે. જેને કારણે દર્દીને વર્ષો સુધી આરામ રહે છે.


મહત્વની વાત એ છે કે, અમુક ચોક્કસ પ્રકારનાં કેસમાં રેડિયોફ્રીકવન્સી એબ્લેશન, પરકયુટેનીયસ ડીસ્કેકટોમી, ઓઝોન થેરાપી,સ્પાઇનલ કોડ સ્ટીમ્યુલેશન જેવી આધુનિક પ્રક્રિયાથી વર્ષો સુધી રાહત મેળવી શકાય છે.
બોકસ


૧. સારવાર કેવી રીતે થાય છે-દર્દીની દુખાવાની ફરિયાદને ધ્યાનમાં લઇને આઇ.આઇ. ટીવી કે સીટી સ્કેનની મદદથી દર્દીને જયાં દર્દ થતું હોય તેની મૂળ જગ્યા નક્કી કરવામાં આવે છે. ત્યારબાદ તેને એનેસ્થેસીયા આપીને સોયને છેક મૂશ સુધી પહોંચાડવામાં આવે છે. ત્યારબાદ ડાઇ નાખીને દુખાવાની જગ્યાનું ચોક્કસ પ્રમાણ મેળવવા માટે ડબલ ચેક કરાય છે. હવે ચોક્કસ પ્રકારની દવા નાખીને દવા બરાબર દુખાવાના મૂળ સુધી પહોંચી કે નહિ તેનું મશીનથી ચેકિંગ કરવામાં આવે છે, જેવી દવા દુખાવાનાં મૂીળ સુધી પહોંચે કે થોડી મિનિટોમાં દુખાવામાં રાહત થાય છે.


 
 
 
 
 
 
 
 
 
 

Your Opinion

 

Code :
8 + 1


 
Advertisement
 
Valentines-Day
 

Top News

 
 
 
 
 
 
 
 
 

Bollywood

 
 
 
 
 
 
 
 
 

Cricket

 
 
 
 
 
 
 
 
 

Interesting News

 
 
 
 
 
 
 
 
 

Business

 
 
 
 
 
 
 
 
 

Religion

 
 
 
 
 
 
 
 
 

Most Read

 
 
 
 
 
 
 
 
 
 
 
 
|  
|  




Copyright © 2011-12 DB Corp ltd., All Rights Reserved.
Site Powered by I Media Corp. Ltd IMCL, DB Corp Ltd. Enterprise.