સૌરાષ્ટ્ર-કચ્છ સહિતના મોટાભાગના ડેમો ઓવર ફ્લો,અન્ય મોટા ડેમોમાં પણ ગત વર્ષ કરતાં પાણીની આવક સારી, ૧૧ જિલ્લામાં તો ૧૦૦ ટકાથી વરસાદ,મોટાભાગના ડેમોમાં ગત વર્ષ કરતાં વધુ પાણી ભરાયા
રાજ્યમાં ચાલુ ચોમાસા દરમ્યાન અત્યારસુધીમાં કુલ સરેરાશ ૯૧.૬ ટકા વરસાદ પડી ચૂક્યો છે અને બાકીની સીઝનમાં ૧૦૦થી વધુ વરસાદ પડશે એવી અપેક્ષા છે. પરિણામ સ્વરુપ હવે સમગ્ર વર્ષ દરમ્યાન સૌરાષ્ટ્ર-કચ્છ સહિતના વિસ્તારોમાં પાણીની તંગી નહીં સર્જાય એવી સ્થિતિનું નિર્માણ થયું છે.
પાણી પુરવઠા અને સિંચાઈ મંત્રી નીતિનભાઈ પટેલના જણાવ્યા અનુસાર મધ્ય ગુજરાતના ખેડા,દાહોદ,વડોદરા અને દક્ષિણ ગુજરાતના તાપી,સુરત,વલસાડ,ડાંગ જેવા કેટલાક જિલ્લાઓમાં પ્રમાણમાં ઓછો વરસાદ પડ્યો છે પણ આ સિવાયના ઉત્તર ગુજરાત તથા સૌરાષ્ટ્ર-કચ્છના લગભગ તમામ જિલ્લાઓમાં વધુ વરસાદ નોંધાયો છે.રાજ્યના મોટાભાગના ડેમોમાં પાણીની આવક પણ સારી થઈ છે અને સૌરાષ્ટ્રના તો ૧૩૨ પૈકીના ૯૫ ટકા ડેમો ઓવરફલો થઈ ગયા છે.જોકે કડાણા,દમણગંગા,દાંતીવાડા અને વાત્રક ડેમમાં ગત ચોમાસાની સરખામણીમાં પાણીની આવક ઓછી થઈ છે.
નોંધનીય છે કે ગત ચોમાસામાં રાજ્યમાં ઓછા અને મોડા વરસાદને કારણે ડેમો પૂરતાં ભરાયા ન હતા અને એટલે ઉનાળાની સિઝન દરમ્યાન તો આ તમામ ડેમોમાં મળીને માત્ર ૧૫થી ૧૯ ટકા જેટલું પાણી બાકી રહ્યું હતું.જેના કારણે સમગ્ર સૌરાષ્ટ્રમાં પીવાના અને સિંચાઈના પાણીની અતિતીવ્ર કટોકટી સર્જાઈ હતી.સંખ્યાબંધ ગામોમાં તો ટેન્કરો મારફત પાણી આપવાની ફરજ પડી હતી પરંતુ ચાલુ ચોમાસામાં ખૂબ જ સારો વરસાદ પડતાં રાજ્ય સરકારને ટાઢક વળી છે અને હવે સમગ્ર વર્ષ દરમ્યાન રાજ્યમાં પીવાના પાણીની તંગી નહીં સર્જાય અને ખેતી ક્ષેત્રે પણ સારી સ્થિતિ સર્જાશે એવી અપેક્ષા વ્યકત કરાઈ રહી છે.
કયા જિલ્લામાં કેટલો વરસાદ