Get Divyabhaskar on mobile   E-Paper
 
Divya Bhaskar
Advertisement
 
 
 
Home >> Sports >> Columns
 

પ્રથમ ટેસ્ટમાં પાંચ વિકેટ, પાકિસ્તાની પત્યો સમજો

 
Source: Tushar Trivedi, Ahmedabad   |   Last Updated 5:24 PM [IST](19/08/2010)
 
 
 
 
 

પાકિસ્તાન અને ઇંગ્લેન્ડ વચ્ચે બુધવારથી ઓવલ ખાતે ત્રીજી ક્રિકેટ ટેસ્ટનો પ્રારંભ થયો અને આ સાથે ઝડપી બોલર વહાબ રિયાઝે પણ કારકિર્દીનો પ્રારંભ કર્યો. રિયાઝે તેની પ્રથમ ટેસ્ટની પ્રથમ ઇનિંગ્સમાં જ પાંચ વિકેટ ખેરવીને તરખાટ મચાવી દીધો. આમ રિયાઝ આ સિદ્ધિ નોંધાવવામાં નસીબદાર રહ્યો પરંતુ ઈતિહાસ કાંઈક અલગ જ કહે છે. રિયાઝ અગાઉ પોતાની પ્રથમ જ ટેસ્ટની પ્રથમ ઇનિંગ્સમાં પાંચ વિકેટ લેવાની સિદ્ધિ અન્ય પાંચ પાકિસ્તાની બોલર નોંધાવી ચૂક્યા છે.

હકીકત તો એ છે કે પાકિસ્તાન માટે આ પ્રકારની સિદ્ધિ નોંધાવવાનો અર્થ એ થાય છ કે બોલર પતી ગયો. રિયાઝ અગાઉના પાંચ બોલર એ પછી તેમની કારકિર્દીમાં પૂરી ૫૦ વિકેટ સુધી પણ પહોંચી શક્યા નથી.

પાકિસ્તાન માટે ઇમરાન ખાન, વસિમ અકરમ, વકાર યુનુસ, ડેનશિ કનેરિયા, સકલીન મુસ્તાક, અબ્દુલ કાદીર કે મુસ્તાક મોહમ્મદ જેવા બોલર ઢગલાબંધ વિકેટ લઈ ચૂક્યા છે પરંતુ તેમણે પોતપોતાની કારકિર્દીમાં પ્રથમ ટેસ્ટમાં પાંચ વિકેટ લીધી ન હતી જ્યારે મોહમ્મદ નઝીર (સાત વિકેટ), આરીફ બટ્ટ (૬), શાહિદ આફ્રિદી, શાહિદ નઝીર અને યાસીર અરાફતે (પાંચ-પાંચ વિકેટ) પ્રથમ ટેસ્ટમાં પાંચ વિકેટની સિદ્ધિ નોંધાવી હતી.

૧૯૬૪-૬૫માં ઓસ્ટ્રેલિયા સામે મેલબોર્નમાં કારકિર્દીનો પ્રારંભ કરનારો આરીફ બટ્ટ પ્રથમ ટેસ્ટમાં પાંચ વિકેટ લેનારો પ્રથમ પાકિસ્તાની બોલર બન્યો હતો પરંતુ એ પછી તેણે ત્રણ ટેસ્ટમાં ૧૪ વિકેટ ખેરવી હતી તો મોહમ્મદ નઝીરે પ્રથમ જ ઇનિંગ્સમાં સાત વિકેટ લીધી હતી અને એ પછી ૧૪ ટેસ્ટમાં ૩૪ વિકેટ જ ખેરવી શકયો હતો.

શાહિદ આફ્રિદીએ તાજેતરમાં ટેસ્ટ ક્રિકેટમાંથી વિવાદાસ્પદ નિવૃત્તિ જાહેર કરી એ અગાઉ તે ૨૭ ટેસ્ટમાં માત્ર ૪૮ વિકેટ નોંધાવી શકયો હતો જ્યારે શાહિદ નઝીરે ૧૫ ટેસ્ટમાં ૩૬ વિકેટ ઝડપી હતી.

આ યાદીમાં એકમાત્ર યાસીર અરાફત એવો બોલર છે જે હજી ટેસ્ટ રમી શકે છે, કેમ કે તે તેની છેલ્લી ટેસ્ટ ૨૦૦૯માં રમ્યો હતો. અરાફતે અત્યાર સુધીમાં ત્રણ ટેસ્ટમાં નવ વિકેટ ઝડપી છે.

આ તમામ બોલરની કારકિર્દી પર નજર કર્યા બાદ કદાચ પાકિસ્તાનનો કોઈ બોલર ઇચ્છશે નહીં કે તે પોતાની પ્રથમ ટેસ્ટની પ્રથમ ઇનિંગ્સમાં પાંચ વિકેટ ઝડપવામાં સફળ રહે.

લાસ્ટ ઓવર : ગુંડપ્પા વિશ્વનાથે ૧૯૬૯-૭૦માં તેની પ્રથમ ટેસ્ટમાં સદી ફટકારી એ અગાઉ ભારત માટે પ્રથમ ટેસ્ટમાં સદી નોંધાવનારો અન્ય કોઈ ક્રિકેટર બાકીની કારકિર્દીમાં સદી નોંધાવી શકયો ન હતો.






 
 
 
 
 
 
 
 
 
 

Your Opinion

 

Code :
3 + 6


 
Advertisement
 
Valentines-Day
 

Top News

 
 
 
 
 
 
 
 
 

Bollywood

 
 
 
 
 
 
 
 
 

Cricket

 
 
 
 
 
 
 
 
 

Interesting News

 
 
 
 
 
 
 
 
 

Business

 
 
 
 
 
 
 
 
 

Religion

 
 
 
 
 
 
 
 
 

Most Read

 
 
 
 
 
 
 
 
 
 
 
 
|  
|  




Copyright © 2011-12 DB Corp ltd., All Rights Reserved.
Site Powered by I Media Corp. Ltd IMCL, DB Corp Ltd. Enterprise.