ગુજરાતમાં કોંગ્રેસ મુખ્યમંત્રી નરેન્દ્દ મોદીના લલકારથી ગભરાઈ ગઈ છે અને હાસ્યસ્પદ નિવેદનો કરી રહી છે તથા આતંકવાદી સોહરાબુદ્દીનના મડદાને ઉંચકીને ફરી રહી છે પરંતુ હતાશ કોંગ્રેસ ગુજરાતની પ્રજાને ક્યારેય ગુમરાહ નહીં કરી શકે.
પ્રદેશ ભાજપના મહામંત્રી વિજયભાઈ રુપાણીએ આ મુજબ જણાવી કહ્યું હતું કે મુખ્યમંત્રી નરેન્દ્દ મોદીએ એવો લલકાર કર્યો છે કે તેઓ અન્યાય સામે ઝૂકશે નહીં,જેના કારણે કોંગ્રેસના નેતાઓ હતપ્રભ થઈ ગયા છે અને ગભરાઈ ગયા છે.
ભૂતકાળમાં કટોકટીના સમય દરમ્યાન કોંગ્રેસે લોકશાહીને ગળેટૂંપો દીધો હતો અને વિરોધીઓને જેલના સિળયા પાછળ ધકેલી દઈ તેની સંસ્કારિતા છતી કરી હતી.છેલ્લા બે દાયકાથી જનાધાર ગુમાવી ચૂકેલી કોંગ્રેસની હતાશ નેતાગીરી મુખ્યમંત્રી નરેન્દ્દ મોદી સામે વામણી સાબિત થઈ છે.લોકશાહીની રીતે સત્તા પ્રાપ્તન કરી શકનાર ગુજરાત કોંગ્રેસે સીબીઆીને હાથો બનાવીને તથા બિનપાયાદાર આરોપો લગાવીને રાજ્યના પૂર્વ ગૃહરાજ્યમંત્રીને જેલમાં ધકેલવાન કુચેષ્ટા કરી છે.કોંગ્રેસના પ્રવકતા મનીષ તિવારીએ હવે ગુજરાતના મુખ્યમંત્રી નરેન્દ્દ મોદીનો વારો એવું નિવેદન આપ્યું છે તે બતાવી આપે છે કે કોંગ્રેસ અને સીબીઆઈનું આ ષડયંત્ર છે.