અંગ્રજી ભાષાના આક્રમણ સામે માતૃભાષા ગુજરાતીને બચાવવા તથા તેના સંવર્ધન અને સંરક્ષણ માટે ગુજરાતી સાહિત્ય પરિષદ દ્વારા વિવિધ પ્રયાસો થઇ રહ્યા છે. આ પ્રયાસ અંતર્ગત પરિષદ દ્વારા એકવીસ દિવસના એક માતૃભાષા કૌશલ અભ્યાસક્રમ કોર્ષનું આયોજન કરેલ છે.જેને અભુતપુર્વ પ્રતિસાદ મળ્યો હોવાનું પરિષદના મહામંત્રી રાજેન્દ્ર પટેલે જણાવ્યું હતું.
વધુમાં રાજેન્દ્ર પટેલ જણાવ્યું હતું કે ગુજરાતી ભાષાનું સ્તર સુધારવાર , લોકોમાં જ્ઞાનની વૃદ્ધી માટે અને ગુજરાતી ભાષાને લગતા પ્રશ્નોના નિરાકરણ માટે પરિષદ દ્વારા ‘માતૃ ભાષા કૌશલ પ્રમાણપત્ર અભ્યાસક્રમનું આયોજન કરવામાં આવ્યુંં છે. તા. ૨૬-૦૭-૨૦૧૦થી પરિષદ ખાતે શરૂ કરાયેલા આ કોર્ષમાં ૬૦થી વધુ વૃદ્ધો તથા યુવાનો અને વિદ્યાર્થીઓ જોડાયા છે.
આઅભ્યાસક્રમમાં ભાષા વિજ્ઞાન અને સાહિત્યના વિવિધ તજજ્ઞો યોગેન્દ્ર વ્યાસ, અરવિંદ ભંડારી, રમણ સોની, રતિલાલ બોરીસર, મનસુખ સલ્લા, પીંકી પંડ્યા, કીર્તિદા શાહ વગેરેનું માર્ગદર્શન મળી રહ્યું છે.