દરિયાપુરમાં સેલ્સ ગર્લ તરીકે ફરજ બજાવતી પત્નીના ચારિત્રય પર શંકા રાખી તેને સળગાવી દેનાર પતીને એડી.સીટી સેશન્સ જજ આઇ.બી.વાઘેલાએ જન્મટીપની સજા ફટકારી હતી.
દરિયાપુર મોટી હવેલીની પોળમાં રહેતા ગોપાલ ઠાકોરના લગ્ન વર્ષ ૧૯૯૫ની અલકા નામની યુવતી સાથે થયા હતા પંદર વર્ષના લગ્ન જીવનમાં ગોપાલ અને અકલાને એક પુત્ર તથા પુત્રી પણ પ્રાપ્ત થયા હતા.
અલકા એક કંપનીમાં સેલ્સ ગર્લ તરીકે તરીકે નોકરી કરતી હોવાથી તેના પર કંપનીના ફોન આવતા હોવાથી તથા તેેને સેલ્સ માટે બહાર ફરવાનું રહેતું હોવાથી ગોપાલે તેના ચારિત્રય પર શંકા કરી તેેની સાથે ઝઘડા શરૂ કરી દીધા હતા.
એકાદ વર્ષ તેમના ઝઘડા ચાલ્યા હતા ત્યારે તા. ૨૪-૯-૨૦૦૯ના રોજ ઝઘડામાં ઉશ્કેરાઇ ગયેલા ગોપાલે પત્ની અલકા પર પેટ્રોલ છાંટી તેને જીવતી જલાવી દીધી હતી. અલકાના મોતથી તેના બન્ને સંતાનોએ માતાની છત્રછાયા ગુમાવી હતી.
ગંભીર રીતે દાઝેલી અલકાએ એકઝીકયુટીવ મેજીસ્ટ્રેટ સમક્ષ આપેલા મરણોન્મુખ નિવેદનને આધારે આજે એડી. સીટી સેસન્સ જજ આઇ.બી. વાઘેલાએ પત્નીના હત્યારા ગોપાલને જન્મટીપ કેદ તથા રૂપીયા ૨૦૦૦ રોડકાનો દંડ કર્યો હતો.