ભાજપ શાસનમાં શિક્ષણના વેપારીકરણના આક્ષેપ સાથે શનિવારે સવારે યુવક કોંગ્રેસ અને એનએસયુઆઈના કાર્યકરોએ મોં પર કાળી પટ્ટી- વાવટા સાથે વિરોધ પ્રદિર્શત કર્યો હતો. યુનિવર્સિટી કન્વેશન સેન્ટર ખાતે મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીની ઉપસ્થિતિમાં સ્વર્ણિમ વન પ્રારંભ કાર્યક્રમ ચાલી રહ્યો હતો. તે દરમ્યાન હેલ્મેટ સર્કલ પાસે એકઠા થયેલા યુવક કોંગ્રેસ-એનએસયુઆઈના કાર્યકરોએ આ રીતે દેખાવો યોજયા હતા. દરમ્યાન પોલીસે દેખાવ કરી રહેલા ૧૩ કાર્યકરોની અટકાયત કરી હતી
ગુજરાતની સ્વર્ણિમ જયંતિ- ગુજરાત યુનિવર્સિટીની હીરક જયંતિ નિમિત્તે હરીયાળુ અમદાવાદ અભિયાન અંતર્ગત મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીના હસ્તે વૃક્ષારોપણ દ્વારા સ્વર્ણિમ વનની શરૂઆતનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. આ કાર્યક્રમ સ્થળથી થોડેક દૂર હેલ્મેટ સર્કલ પાસે સવારે ૧૦.૪૫ આસપાસ યુવક કોંગ્રેસ- એનએસયુઆઈના કાર્યકરોએ ભાજપના શાસનમાં શિક્ષણના વેપારી કરણના મુદ્દે પોતાની નારાજગી વ્યકત કરી હતી. જે અંતર્ગત કાર્યકરોએ મોં પર કાળી પટ્ટી ધારણ કરીને કાળા વાવટાઓ પ્રસ્તુત કર્યા હતા. દરમ્યાન પોલીસે આ કાર્યકરો ની અટકાયત કરાતા તેમને પોલીસ સ્ટેશને લઈ જવાયા હતા.
અમદાવાદ યુવક કોંગ્રેસ લોકસભા પશ્ચિમના પ્રમુખ નીરવ બક્ષીએ જણાવ્યું હતું કે,‘ભાજપના શાસનમાં શિક્ષણના વેપારીકરણમાં વધારો થયો છે. જ ેઅંતર્ગત જીટીયુની કોલેજોમાં ફી વધારો,એમકોમની ૨૫ ટકા સીટો સેલ્ફ ફાઈનાન્સ કરવાના મુદ્દે તેમજ ખાનગી કોલેજોને મંજુરી આપવા સહિતની બાબતે અમે આ રીતે વિરોધ પ્રદિર્શત કર્યો હતો.’