ડિપ્લોમા અભ્યાસક્રમમા આજથી ચોઇસ ફિલીંગની કાર્યવાહી શરૂ થવાની હતી જેના માટે વિદ્યાર્થીઓ સવારથી કોમ્પ્યુટર સામે બેસી ચોઇસ ફિલીંગનો પ્રયત્ન કરતા હતા પરંતુ ટેકનીકલ ખામીના લીધે તેઓ ચોઇસ ફિલીંગ કરવામા નિષ્ફળ રહ્યા હતા. આ અંગે કમિટીને જાણ થતા તેમણે બપોરે બે વાગ્યા પછી ચોઇસ ફિલીંગ કરી શકાશે તેવી જાહેરાત કરી હતી.
પ્રાપ્તમાહીતી અનુસાર ડિપ્લોમા અભ્યાસક્રમોમા શુક્રવારના રોજ એઆઇસીટીઇ દ્વારા નવી મંજુર થયેલી કોલેજો તથા બેઠકોની વિગતો આવી જતા આજથી ડિપ્લોમા અભ્યાસક્રમમા પ્રવેશ માટે ચોઇસ ફિલીંગની કાર્યવાહી શરુ કરવામા આવનાર હોવાની જાહેરાત એડમીશન કમિટી દ્વારા કરવામા આવી હતી.
દરમ્યાન આજે સવારથી વિદ્યાર્થીઓ ચોઇસ ફિલીંગ માટે કોમ્પ્યુટર સામે ગોઠવાઇ ગયા હતા પરંતુ તેઓ ચોઇસ ફિલીંગ કરી શક્યા ન હતા. ટેકનીકલ ખામીના લીધે વિદ્યાર્થીઓને ચોઇસ ફિલીંગમા મુશ્કેલી પડતી હોવાનુ કમિટીના ધ્યાને આવતા અંતે કમિટી દ્વારા બપોરે બે વાગ્યા પછી ચોઇસ ફિલીંગ કરી શકાશે તેવી સત્તાવાર જાહેરાત કરી હતી.