સોહરાબુદ્દીન એન્કાઉન્ટર તથા કૌશરબી હત્યા પ્રાકરણમાં મુખ્ય આરોપી તરીકે સીબીઆઇ દ્વારા ધરપકડ કરાયેલા માજી ગૃહરાજ્યમંત્રી અમીત શાહની સીબીઆઇએ ત્રણ દિવસ સુધી સાબરમતી જેલમાં ઓન કેમેરા પુછપરછ કરી હતી જે પુછપરછ ગઇકાલે પુરી થઇ હતી પરંતુ પુછપરછમાં શાહે સીબીઆઇને પુરતો સહકાર આપ્યો નહિ હોવાનું સીબીઆઇ જણાવી રહી છે.
ત્રણ દિવસ ચાલેલી પુછપરછમાં સીબીઆઇને શાહ પાસેથી કોઇજ માહિતી નહિ મળતા સીબીઆઇ દ્વારા આજે મીરઝાપુર સ્થીતી ગ્રામ્ય અદાલત ખાતે આવેલી સ્પેશિયલ સીબીઆઇ કોર્ટમાં શાહની વધુ પુછપરછ માટે ની મંજુરી માટે અરજી કરવામાં આવે તેવી શક્યતા છે.
જોકે બીજી તરફ આ કેસની તપાસ ગુજરાત બહાર કરવામાં આવે તેવા પણ ચક્રો ગતીમાન થયા છે.