DaxinGujarat MadhyaGujarat
Saurashtra
UttarGujarat
Kutchh
Ahmedabad
Vadodara
Surat
Rajkot
DiuDaman
Bhavnagar
Mumbai
Gujarat ni Gupsup
અ'વાદઃ ટ્રાફિક હવાલદારની દબંગાઈ, BMWના માલિકને માર્યો માર
divyabhaskar.com
| Jun 09, 2012, 21:49PM IST

અંધજન મંડળ નજીક બીએમડબ્લ્યુ કારચાલક અને ટ્રાફિક કર્મીઓ વચ્ચે ઝપાઝપી
વસ્ત્રાપુર અંધજનમંડળ ચાર રસ્તા નજીક શનિવારે રાતના ૮ વાગ્યાના અરસામાં એક બીએમડબ્લ્યુ કારના ચાલક અને ટ્રાફિકના જવાનો વચ્ચે ઝપાઝપી થઇ હતી. ટ્રાફિક જવાને સિગ્નલ બંધ થઇ જતા કારના ચાલકને રોક્યો હતો.આ બાબતે કારના ચાલક અને ટ્રાફિકના જવાનો વચ્ચે હાથાપાઇ થઇ હતી.
આ જોઇને આસપાસના લોકો પણ ભેગા થઇ ગયા હતા.આખરે મામલો બીચકતા તૂ તૂ મેંમેં જેવી સ્થિતિ થઇ ગઇ હતી.પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર બીએમડબ્લ્યુ કારનો ચાલક જાણીતા બિલ્ડર ગ્રુપ સાથે સંકળાયેલો હતો.આ અંગે સમાધાન થઇ જવાથી પોલીસ ચોપડે આ અંગે કોઇ હકીકત નોંધાઇ નથી.
તસવીરો- શૈલેષ સોલંકી







