જનસંઘના સમયથી પંડિત દીનદયાળજીની પુણ્યતિથિ સમર્પણ દિવસ તરીકે મનાવાય છે અને વરસોથી આ દિવસે કાર્યકરો સમર્પણ કરતાં આવ્યા છે. આજના ભાજપે પંડિતજીની પુણ્યતિથિએ સમર્પણને બદલે પ્રજા પાસેથી ૨પ૦ કરોડ રૂપિયાની ખંડણી ઉઘરાવવાનો જે નિર્ણય કર્યો છે તેનાથી અકિંચન પંડિતજીના આત્માને ઠેસ પહોંચી છે એમ, મહાગુજરાત જનતા પાર્ટીના અધ્યક્ષ ગોરધન ઝડફિયાએ જણાવ્યું છે.
તેમણે કહ્યું કે, જનસંઘના વામનમાં પણ વિરાટ વિચારોના સ્વામીની પુણ્યતિથિએ ભાજપ રાજ્યની છ કરોડ પ્રજા પાસે સત્તાના જોરે કરોડોનું ઉઘરાણું કરે તે સંઘ વિચારધારાના સ્વયંસેવકોને આંચકો આપનારું છે.