ગુજરાતના મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીએ શનિવારે અમદાવાદમાં બોચાસણવાસી શ્રીઅક્ષર પુરૂષોતમ સ્વામિનારાયણ સંસ્થા (BAPS)ના હીરક જયંતી મહોત્સવમાં આંતરાષ્ટ્રીય યુથ રેલીને સંબોધી હતી. મુખ્યમંત્રી મોદીએ દીપ પ્રાગટ્ય કરીને સમારંભનું ઉદ્ઘાટન કર્યું હતું. આ પ્રસંગે તેમણે કહ્યું હતું કે, 21મી સદી ભારતની સદી બની રહેશે કારણ કે આપણો દેશ યુવાઓનો દેશ છે. દેશની આધ્યાત્મિક શક્તિ અંગે તેમણે કહ્યું કે, સંતો, ઋષિઓ અને ધર્મગ્રંથોએ વિપત્તિના સમયમાં આપણને ઝઝૂમવા તેમજ વિશ્વ કલ્યાણ તરફ આગળ વધવાની રાહ ચીંધી છે. આશરે 55 હજાર યુવાઓ સભામાં ઉપસ્થિત રહ્યા હતાં.
જે સરકાર નથી કરી શકતી તે સંતો કરી શકે છે : મોદી
મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીએ જણાવ્યું હતું કે, યુવાનોમાં વ્યસન મુક્તિ માટે સરકાર દ્વારા કરોડો રૂપિયા ખર્ચ કરાય છે છતાં તેના પરિણામ જોઈએ તેવા નથી મળતા ત્યારે આ સંતોએ ગુજરાતના જંગલોમાં જઈને જ્યાં આદિવાસીવસે છે ત્યાં તેમને વ્યસન મુક્ત કરવાની સાથે તેમનામાં સંસ્કારનું સિંચન કર્યું છે. મુખ્યમંત્રી મોદીએ જણાવ્યું કે, પ્રમુખસ્વામી મહારાજના આર્શીવાદ હંમેશાં મને મળતા રહ્યા છે. શ્રીનગરના લાલચોકમાં જ્યારે મેં તિરંગો ફરકાવ્યો હતો ત્યારે સૌથી પહેલા મને પ્રમુખસ્વામીએ જ ફોન કર્યો હતો. એજ રીતે જ્યારે રામજન્મ ભૂમિ આંદોલન ચાલતું હતું ત્યારે પણ પ્રમુખસ્વામીજી વિદેશમાં હતા ત્યારે પણ તેમણે મને ફોન કરીને આંદોલનની માહિતી મેળવી હતી.
વધુ તસવીરો જોવા માટે આગળ સક્રોલ કરો...