Get Divyabhaskar on mobile   E-Paper
 
Divya Bhaskar
Advertisement
 
 
 
Home >> Madhya Gujarat >> Latest News >> Ahmedabad City
 

ટીપી કમિટીના ચેરમેન એકલા જ રાઉન્ડમાં જતાં હોવાનો આક્ષેપ

 
Source: Bhaskar News, Ahmedabad   |   Last Updated 2:38 AM [IST](11/02/2012)
 
 
 
 
Advertisement
 
ભાજપના સભ્યોએ ટીપી કમિટી ચેરમેનની કામગીરી સામે વ્યકત કરેલી શંકા

મ્યુનિ.ની ટાઉન પ્લાનિંગ કમિટીના ચેરમેન છેલ્લાં બે વર્ષમાં એક પણ ટીપી સ્કીમની રૂબરૂ મુલાકાત માટે કમિટીના સભ્યોને લઈ નથી ગયા, તે એકલા જ રાઉન્ડમાં જતા રહેતા હોવાના મુદ્દે ભાજપના જ સભ્યોમાં જાતજાતની શંકાકુશંકા થઈ રહી છે.

શુક્રવારે મળેલી ટાઉન પ્લાનિંગ કમિટીની બેઠકમાં ચાર ટીપી સ્કીમમાં નગરરચના અધિકારીએ પાઠવેલા પુન: રચનામાં સુધારા કરી પરત મોકલવાની દરખાસ્ત રજૂ થઈ હતી અને મ્યુનિ. હદ વિસ્તારમાં ૮૧૯૦ હેક્ટર વિસ્તારમાં આગામી ૩ વર્ષમાં બનાવવાની થતી ૪૪ ટીપી સ્કીમ અંગેની દરખાસ્ત રજૂ કરવામાં આવી હતી, પરંતુ કોઈ કારણસર ટીપી કમિટી ચેરમેન દેવચંદભાઈ પટેલે ચાર ટીપી સ્કીમનાં કામ બાકી રાખ્યાં હતાં.

ટીપી કમિટી બાદ ભાજપના જ અમુક સભ્યોને એવું પૂછવામાં આવ્યું કે, બે વર્ષમાં તમે એક પણ ટીપી સ્કીમની રૂબરૂ મુલાકાત લઈ સ્થળ પરિસ્થિતિ મુજબ કપાત કે પ્લોટમાં ફેરફાર થાય છે તે જોયું છે ખરું, તેના જવાબમાં તે સભ્યોએ નામ નહીં લખવાની શરતે એવો આક્ષેપ કર્યો હતો કે, અમારા ચેરમેન એકલા જ રાઉન્ડ લઈ આવે છે અને પછી કમિટીમાં ગાંધીનગરના ફલાણા નેતાને મળી આવ્યો તેવી વાતો કરી તેમને ઠીક લાગે તે રીતે કામ કરે છે.

મ્યુનિ.કોંગ્રેસ પક્ષના નેતા બદરુદ્દીન શેખે ટીપી કમિટીમાં રજૂ દરખાસ્તની ફાઇલ મગાવતાં તે ૧પ મિનિટ પહેલાં જ તેમને આપવામાં આવી હોવાની માહિ‌તી આપતાં આક્ષેપ સાથે કહ્યું કે,મળતિયા બિલ્ડરોને ફાયદો કરાવવા માટે ટીપી સ્કીમમાં ચેરમેન દ્વારા સુધારા કરાતા હોવાની ચર્ચા મ્યુનિ.માં સંભળાય છે અને જે રીતે અભ્યાસ ન થઈ શકે તે માટે ફાઇલો આપવામાં વિલંબ કરાયો તેની સામે કોંગ્રેસ પક્ષનો વિરોધ છે.
 
 
 
 
 
 
 
 
 

Your Opinion

 

Code :
9 + 9


 
Advertisement
 

Top News

 
 
 
 
 
 
 
 
 

Bollywood

 
 
 
 
 
 
 
 
 

Cricket

 
 
 
 
 
 
 
 
 

Interesting News

 
 
 
 
 
 
 
 
 

Business

 
 
 
 
 
 
 
 
 

Religion

 
 
 
 
 
 
 
 
 

Jokes

 
 
 
 
 
 
 
 
 

Most Read

 
 
 
 
 
 
 
 
 

Photogallery

Most Viewed

Sexually Charged Photography
Unveiling Victoria's latest collection
Just Added

इफ्तेखार स्मृति में आयोजित नाटय समारोह में रवीन्द्र भवन में बुधवार को नाटक एक ठग।
गर्मी से बचने.. दुपट्टे का सहारा
 
 
 
 
|  
|  
 


Group Sites: Dailybhaskar.com|Dainikbhaskar.com|Divya Marathi|Business Bhaskar|MyFM

Copyright © 2011-12 DB Corp ltd., All Rights Reserved.
Site Powered by I Media Corp. Ltd IMCL, DB Corp Ltd. Enterprise.