બાકી મિલકતવેરો નહિ ભરતાં મિલકતધારકો સામે શરૂ કરવામાં આવેલી ઝુંબેશ અંતર્ગત પશ્ચિમ ઝોનમાં આશ્રમરોડ સહિતના વિસ્તારોમાં ૯૨ મિલકત સીલ કરાતાં વેપારીઓમાં ફફડાટ ફેલાયો છે.
ટેકસ ખાતાનો હવાલો સંભાળતા ડે.કમિશનર આર્જવ શાહે જણાવ્યું હતું કે, વેરો ભરી દેવા માટે વારંવારના અનુરોધ પછી પણ કેટલાય વેપારીઓ આગળ આવતાં નથી તેથી સીલ ઝુંબેશ શરૂ કરવાની ફરજ પડી છે અને આજે છ ઝોનમાં દુકાન, ઓફિસ, ફેકટરી,ગોડાઉન જેવી ૨૨૮ જેટલી ર્કોમશિયલ પ્રકારની મિલકત સીલ કરવામાં આવી છે.