અમદાવાદમાં શનિવારે સવારે સર્જાયેલા એક અકસ્માતમાં બાઇક સવાર યુવાનનું મૃત્યુ થયું હોવાના અહેવાલ છે. શહેરના નવરંગપુરામાં કોમર્સ છ રસ્તા સર્કલ નજીક આ અકસ્માત સર્જાયો હતો. બાઇક સવાર અને એક મિનિ ટેમ્પો તથા કાર વચ્ચે આ અકસ્માત સર્જાયો હતો. અકસ્માતને કારણે આસપાસની સોસાયટીના લોકો પણ બહાર દોડી આવ્યા હતા. મૃતક યુવાન અને અકસ્માતનું કારણ જાણી શકાયું નથી. (તસવીરઃ વિજય ઝવેરી)