Get Divyabhaskar on mobile   E-Paper
 
Divya Bhaskar
Advertisement
 
 
 
Home >> Madhya Gujarat >> Latest News >> Ahmedabad City
 

એક્સપ્રેસ વે અકસ્માતઃ ઑન ધ સ્પોટ 6નાં મોત, જુઓ તસવીરો

 
Source: divyabhaskar.com   |   Last Updated 12:51 AM [IST](05/02/2012)
 
 
 
 
 

- દીકરીને વળાવીને આવતા વાવના જૈન પરિવારનો અકસ્માત : ૬નાં મૃત્યુ

- એક્સપ્રેસ હાઇવે ઉપર ટ્રક પાછળ તાતા સુમો અથડાઈ:  માતા-પિતા, ભાઇ-બહેન, કાકી અને બહેનપણીનાં મૃત્યુ

અમદાવાદ-મહેમદાવાદ વચ્ચે એક્સપ્રેસ હાઇવે ઉપર શનિવારે સર્જાયેલાં ગોઝારા અકસ્માતમાં વાવના જૈન પરિવારના છ સભ્યનાં મોત નિપજ્યા હતા. મહેસાણાના વાવનો જૈન પરિવાર સુરત ખાતે સમૂહલગ્નમાં દીકરીને વળાવીને આવતો હતો ત્યારે ટ્રકની પાછળ તાતા સુમો ગાડી અથડાતાં અકસ્માત થયો હતો. અકસ્માતમાં ગંભીર રીતે જખમી માતા-પિતા, બે સંતાન તથા સગાં માસી અને એક બહેનપણી મળી છનાં મૃત્યુ થયા હતાં.

(તસવીરો માટે ક્લીક કરો એક નંબરનો રીલેટેડ આર્ટીકલ)

પોલીસ સૂત્રોના જણાવ્યાં મુજબ, શનિવારે વહેલી સવારે મહેસાણા જિલ્લાના વાવ ગામના વસંતભાઇ સોમચંદભાઇ શાહનો પરિવાર દીકરી પુજાને સુરત ખાતે સમૂહલગ્નમાં વળાવીને પરત ફરી રહ્યો હતો. તાતા સુમો ગાડીમાં વસંતભાઇ તેમનાં પત્ની રમીલાબહેન પુત્ર નિકુંજ, પુત્રી પ્રેક્ષા, સાળી રીટાબહેન, બહેનપણી ગુડ્ડી સુથાર ઉપરાંત ભાઇઓ ભરતભાઇ, કમલેશભાઇ અને ભાભી રેખાબહેન હતાં.

ગાડી અમદાવાદથી વીસ કિલોમીટર દૂર મહેમદાવાદ પાસે માંકવા ગામે એક્સપ્રેસ હાઇવે પર વળાંક ઉપર ઉભેલી ટ્રકની પાછળ અથડાઇ હતી. લગ્નના થાકથી ઊંઘમાં સવાર શાહ પરિવારના વસંતભાઇ, રમીલાબહેન, નિકુંજ, રીટાબહેન અને ગુડ્ડીને ગંભીર ઈજા થતાં પાંચેયના ઘટના સ્થળે મોત નિપજ્યા હતા, જ્યારે દીકરી પ્રેક્ષાનું અમદાવાદ હોસ્પિટલમાં મૃત્યુ થયું હતું.

અકસ્માતની જાણ થતાં મહેમદાવાદ પોલીસ અધિકારી એ.પી.પંચોલી ટીમ સાથે ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. અકસ્માતમાં ઘવાયેલાં વસંતભાઇના દીકરી પ્રેક્ષા, ભાઇ ભરતભાઇ, કમલેશભાઇ, રેખાબહેન અને ચાલક યુસુફખાન બલોચને તાત્કાલિક અમદાવાદની એલ.જી.હોસ્પિટલમાં ખસેડ્યાં હતા.

અકસ્માતમાં મૃતક પરિવારજનો

વસંતભાઇ સોમચંદભાઇ શાહ (ઉ.વ.૫૦)
રમીલાબહેન વસંતભાઇ શાહ (પત્ની, ઉ.વ.૪૮)
પ્રેક્ષા વસંતભાઇ શાહ (પુત્રી, ઉ.વ.૧૮)
નિકુંજ વસંતભાઇ શાહ (પુત્ર, ઉ.વ.૧૫)
રીટાબહેન દિનેશભાઇ શાહ (સાળી, ઉ.વ.૪૬)
ગુડ્ડી શાંતિલાલ સુથાર (પ્રેક્ષાના બહેનપણી, ઉ.વ.૧૫)

અમદાવાદની હોસ્પિટલમાં દાખલ ઇજાગ્રસ્તો

ભરતભાઇ સોમચંદભાઇ શાહ (ભાઇ, ઉ.વ.૪૦)
કમલેશભાઇ સોમચંદભાઇ શાહ (ભાઇ, ઉ.વ.૩૮)
રેખાબહેન કમલેશભાઇ શાહ (ભાઇનાં પત્ની, ઉ.વ.૩૭)
યુસુફખાન મોહસીનખાન બલોચ (ડ્રાઇવર, ઉ.વ.૪૦)




 
 
 
 
 
 
 
 
 

Your Opinion

 

Code :
10 + 8


 
Advertisement
 

Top News

 
 
 
 
 
 
 
 
 

Bollywood

 
 
 
 
 
 
 
 
 

Cricket

 
 
 
 
 
 
 
 
 

Interesting News

 
 
 
 
 
 
 
 
 

Business

 
 
 
 
 
 
 
 
 

Religion

 
 
 
 
 
 
 
 
 

Jokes

 
 
 
 
 
 
 
 
 

Most Read

 
 
 
 
 
 
 
 
 

Photogallery

Most Viewed

Sexually Charged Photography
Unveiling Victoria's latest collection
Just Added

इफ्तेखार स्मृति में आयोजित नाटय समारोह में रवीन्द्र भवन में बुधवार को नाटक एक ठग।
गर्मी से बचने.. दुपट्टे का सहारा
 
 
 
 
|  
|  



Copyright © 2011-12 DB Corp ltd., All Rights Reserved.
Site Powered by I Media Corp. Ltd IMCL, DB Corp Ltd. Enterprise.