Advertisement
Home >> Madhya Gujarat >> Latest News >> Ahmedabad City >> 38 Crores Cheat In Ahmedabad

ગોકુલ આઇસ્ક્રીમ શરૂ કરવાનું કહી ૩૮ કરોડની છેતરપિંડી

Bhaskar News, Ahmedabad | Jan 08, 2013, 07:32AM IST
 
 


- કંપનીના માલિકે લાલચ આપી ચૂનો લગાવ્યો

થોડા વર્ષો પહેલા જાણીતા બનેલા ગોકુલ આઇસ્ક્રીમ કંપની કોઇ કારણસર બંધ થઇ ગઇ હતી.આ કંપનીના માલીકે એક વ્યકિતને કંપની ફરી શરુ કરવામાટેની લાલચ આપી હતી અને કંપનીમા રોકાણ કરવાથી કંપનીના શેરનો મોટા ભાગનો હિ‌સ્સો આપવા માટે કહ્યુ હતુ. જે લાલચમા ફસાઇને એક સખસે ગોકુલ આઇસ્ક્રીમના માલીકને ટુકડે ટુકડે ૩૮ કરોડ રુપિયા આપ્યા હતા. જેના બદલામા કંપનીના માલીકે રોકાણ કારને છેતરવા માટે ખોટા દસ્તાવેજો બીએસઇ(બોમ્બે સ્ટોક એકસ્ચેન્જ)મા રજુ કરતા થોડા સમય સુધી રોકાણકારનુ નામ બીએસઇની વેબ સાઇટમા શેર હોલ્ડરોની યાદીમા નામ આવ્યુ હતુ.

બાદમા કંપનીના માલીકે ૩૮ કરોડ રુપિયા મેળવી લીધા હતા અને રોકાણ કાર સાથે સંપર્ક કાપી નાખ્યો હતો.આ અંગે રોકાણ કારે ગોકુલ આઇસ્ક્રીમના માલીક સામે ક્રાઇમ બ્રાંચમા ફરિયાદ નોંધાવી છે.

પોલીસ સુત્રો પાસેથી મળતી માહિ‌તિ પ્રમાણે મહેશકુમાર વાસુદેવભાઇ આસ્તિક(રહે,૪૨,પ્રેમચંદનગર,સેટેલાઇટ)એ ક્રાઇમ બ્રાંચમા ફરિયાદ નોંધાવી છે કે ધરણેન્દ્ર ઇન્ડસ્ટ્રીસ લીમીટેડના માલીક ધર્મેન્દ્ર બાબુલાલ ગાંધી(રહે,અશ્વમેઘ બંગલોઝ,વિભાગ-૩ સેટેલાઇટ) ગોકુલ કંપનીના માલીક છે.

ધર્મેન્દ્રભાઇએ વર્ષ ૨૦૦પના અરસમા મહેશભાઇનો સંપર્ક કર્યો હતો અને કહ્યુ હતુ કે હાલમા મારી ગોકુલ આઇસ્ક્રીમ વાળી કંપની બંધ છે.મારે તે કંપની ચાલુ કરવી છે તેથી મારે થોડાક રુપિયાની જરુર છે.ધર્મેન્દ્રભાઇએ મહેશભાઇને કહ્યુ હતુ કે જો તમે મને મદદ કરશો તો હુ મારા ૪પ કરોડના આઇસ્ક્રીમ પ્લાન્ટની કીંમત ૨પ કરોડ ૮૬ લાખ ગણીને કંપનીમા ભાગ આપશે.તેમજ ૧૦નો એક એવા ૪.૬૨લાખ શેર આપશે.જેથી મહેશ કુમારે તેમને રુપિયા આપ્યા હતા.

 

Your Opinion
 
 
Code:
5 + 2

 
Ad Link
Advertisement
Sabse Bada Match Fixer Contest
 

Top News

 
Advertisement
 

Bollywood

Cricket

Interesting News

 

Business

Religion

 


Jokes

 

Most Read

Photogallery

Email Print Comment
Email Print Comment