Divya Bhaskar
MADHYA GUJARAT
Home » Madhya Gujarat » Latest News » Ahmedabad City » 12th Panchvarshiya Yojna Proposal

બારમી પંચવર્ષીય યોજનાની દરખાસ્તના નથી હજુ કોઇ ઠેકાણા

DB Gold, Ahmedabad | May 20, 2012, 01:54AM IST
અગિયારમી પંચવર્ષીય યોજનામાં યુ.જી.સી. તરફથી યુનિવર્સિટીને અપાયેલા ૪ કરોડમાંથી વધેલી અંદાજે ૩૫ લાખની રકમ ૩૦મી સપ્ટેમ્બર સુધીમાં વાપરવા મંજુરી અપાઇ

ગુજરાત યુનિવર્સિટી તરફથી બારમી પંચવર્ષીય યોજના માટેની દરખાસ્ત હજુ સુધી તૈયાર જ કરવામાં આવી નથી. દર પાંચ વર્ષે યુનિવર્સિટી ગ્રાન્ટસ કમિશન (યુ.જી.સી.) તરફથી દેશની તમામ યુનિવર્સિટીને ગ્રાન્ટની ફાળવણી કરવામાં આવે છે. બારમી પંચવર્ષીય યોજના માટેની દરખાસ્ત એપ્રિલ-૧૨ સુધીમાં તૈયાર કરીને યુ.જી.સી.ને મોકલવાની હતી. બીજી તરફ ગુજરાત યુનિવર્સિટીને ૧૧મી પંચવર્ષીય યોજનામાં બાકી રહેલી અંદાજે ૩૫ લાખની ગ્રાન્ટ સપ્ટેમ્બર-૧૨ સુધીમાં વાપરી કાઢવા માટે યુ.જી.સી.એ મંજૂરીની મ્હોર મારી દીધી છે.

નવી દિલ્હી સ્થિત યુનિવર્સિટી ગ્રાન્ટસ કમિશન તરફથી દેશની તમામ યુનિવર્સિટીને પંચવર્ષીય યોજના અંતર્ગત ગ્રાન્ટની ફાળવણી કરવામાં આવે છે. યુનિવર્સિટીના બિલ્ડીંગો, શિક્ષકોનો પગાર, પુસ્તક, રિસર્ચ માટેના સાધનો વગેરે માટે યુ.જી.સી. દ્વારા ઉક્ત ગ્રાન્ટ ફાળવવામાં આવે છે. આ ગ્રાન્ટ પાંચ વર્ષ માટે ફાળવવામાં આવે છે.

આગામી ૧૨મી પંચવર્ષીય યોજના માટેની દરખાસ્ત યુ.જી.સી.ને એપ્રિલ-૧૨ સુધીમાં મોકલી આપવાની હતી. પરંતુ ગુજરાત યુનિવર્સિટીમાં હજુ સુધી તે દરખાસ્ત તૈયાર સુધ્ધાં કરવામાં આવી નથી. આ દરખાસ્ત તૈયાર થયા બાદ તેની સ્ક્રૂટીની થાય છે. બાદમાં કમિટી દ્વારા મંજૂર કરી તેને યુ.જી.સી.માં મોકલવામાં આવે છે. ત્યારે ગુજરાત યુનિવર્સિટીમાં આ દરખાસ્તના જ હજુ સુધી કોઇ ઠેકાણાં નહીં હોવાથી તે યુ.જી.સી.ને ક્યારે મોકલવામાં આવશે તે જ એક પ્રશ્ન છે.

બીજી તરફ ગુજરાત યુનિવર્સિટીને યુ.જી. સી. તરફથી ૧૧મી પંચવર્ષીય યોજના અંતર્ગત આશરે ૪ કરોડની રકમ ફાળવવામાં આવી હતી. આ રકમ ૩૧ માર્ચ પહેલાં વાપરી નાંખવાની હતી. પરંતુ હજુ તે ગ્રાન્ટ પૈકીની અંદાજે ૩૫ લાખ જેટલી રકમ વપરાયા વિનાની યુનિવર્સિટીમાં પડી રહી હતી. જેથી યુનિવર્સિટીએ આ રકમ વાપરવા માટેની મુદતમાં વધારો કરી આપવાની મંજૂરી માગી હતી. તાજેતરમાં જ યુ.જી.સી.એ યુનિવર્સિટીને બાકીની ૩૫ લાખની રકમ સપ્ટેમ્બર-૧૨ સુધીમાં વાપરી નાંખવા માટેની મંજુરી આપી દીધી છે.

સફાઇનો કોન્ટ્રાકટ નવેસરથી આપવાનો નિર્ણય ગુજરાત યુનિવર્સિટીના ભવનો તેમ જ બિલ્ડીંગો સહિત બગીચાની માવજત માટે વાર્ષિક અંદાજે ૩૦ લાખથી વધુનો કોન્ટ્રાકટ શક્તિ સેનેટરી માર્ટ સહકારી મંડળીને આપ્યો હોવા છતાં યુનિવર્સિટીમાં ઠેર ઠેર કચરાના ઢગલાં ખડકાયા હોવાનો અહેવાલ ડીબી ગોલ્ડે ૪ એપ્રિલે પ્રકાશિત કર્યા બાદ કોર્પોરેશનની ગાડીઓ યુનિવર્સિટીમાં પહોંચી જઇને કચરાનો નિકાલ કર્યો હતો.

પરંતુ યુનિવર્સિટીએ ઉક્ત બાબતે કોન્ટ્રાક્ટર સામે પગલાં લેવાના બદલે કોઇપણ જાતના નિયમોની પ્રક્રિયાને હાથ ધર્યા વિના જ ઉક્ત કોન્ટ્રાક્ટરને વધુ એક વર્ષનો કોન્ટ્રાકટ આપ્યો હતો. આ હકીકત પણ ડીબી ગોલ્ડે ૧૩ એપ્રિલના રોજ પ્રકાશિત કરી હતી. આખરે ૮મી મેના રોજ ફાયનાન્સ કમિટીની બેઠકમાં ચર્ચાના અંતે સીકયોરીટીનો કોન્ટ્રાકટ ચાલુ રખાયો હતો. સાફ-સફાઇ માટેના કોન્ટ્રાકટ માટે જાહેરાત આપી નવેસરથી ભાવ મંગાવવાનું નક્કી થયું હતું. ત્યાં સુધી ત્રણ મહિના સુધી જુના કોન્ટ્રાક્ટરને ચાલુ રાખવાનો નિર્ણય કરાયો હતો.
Your Opinion
 
To post this comment you must log in

Login/Connect with:
OR
Fill in your details
 
 

Will be displayed

 
 

Will be displayed

 
Code:
5 + 2

 
Advertisement

Top News

 
Advertisement
 

Bollywood

Cricket

Interesting News

Business

Religion

 


Jokes

 

Most Read

Photogallery

 
Email Print Comment