એન્જોયમેન્ટની સાથે થ્રિલને પણ એન્જોય કરવા માગતા શહેરના યંગસ્ટર્સ ગેમિંગ ઝોનમાં કઈ રમતને વધારે પસંદ કરે છે?
-બાળકોની સાથે માતા-પિતા પણ એરહોકીની ગેમમાં જોડાય છે -કેટલાક સ્થળે એરહોકી માટેના સ્પેશિયલ ઝોન પણ બનાવાયા
શહેરના જાણીતા મોલ અને મલ્ટિપ્લેક્સમાં ગેમિંગ ઝોન અનિવાર્ય બની ગયા છે. થ્રિલ અને એડવેન્ચરને ફિલ કરવા માગતા કેટલાક યંગસ્ટર્સ તો સ્પેશિયલ ગેમિંગ ઝોનમાં રમવા માટે આવતા હોય છે. ગેમિંગ ઝોનના મેદાનમાં સૌથી વધારે હોટ ફેવરિટ બનેલી ગેમની જાણકારી મેળવવા માટે સિટી ભાસ્કરે એક સેમ્પલ સર્વે કર્યો છે. શહેરના ચાર મુખ્ય ગેમિંગ ઝોનમાં કરેલા સર્વેક્ષણના તારણોમાં જાણવા મળ્યું કે, દરરોજ ૬,૦૦૦થી વધુ લોકો ગેમ રમે છે અને તેમાંથી ૭૫ ટકા લોકોમાં એર હોકી હોટ ફેવરિટ છે.
વાઇડ એન્ગલના ઓનર રાકેશ પટેલે જણાવ્યું કે, રુટિનમાં એર હોકી અને બેબી હોકી નાની વયના લોકોથી લઇને યંગસ્ટર્સમાં પણ હોટ ફેવરિટ છે. આ સિવાય યંગસ્ટર્સ બોલીંગ અને બાઇક કે કાર રેસીંગની ગેમ્સ પણ વધારે રમે છે. હિમાલયા મોલ ખાતે આવેલા ફન ઝોનનાં મેનેજરે જણાવ્યું કે, ઘણા લોકો સ્પેશિયલ ગેમ રમવા માટે જ મોલમાં આવતા હોય છે.
સ્કોર બનાવવાના ટાર્ગેટ સાથે ગેમર્સ ક્યારેક એકની એક ગેમ ૫-૭ વાર પણ રમે છે. ગ્રૂપમાં આવનારા લોકો એર હોકી વધુ પસંદ કરે છે. ટેન એકર મોલના જનરલ મેનેજર ઇન્દ્રનિલ બેનર્જીએ જણાવ્યું કે, ગેમિંગ ઝોનમાં ૫ વર્ષના બાળકથી લઇને ૫૦ વર્ષના લોકોને મજા પડે તેવી વિવિધતા હોય છે. બાળકોની સાથે તેમના માતા-પિતાં પણ ટુ પ્લેયર ગેમ રમે છે, જેમાં એર હોકી વધારે પ્રચલિત છે.
રાજપથ ક્લબના સેક્રેટરી જે.બી.પટેલે જણાવ્યું કે, અમે ક્લબમાં ખાસ મેમ્બર્સ-ગેસ્ટ માટે ગેમ ઝોન તૈયાર કર્યો છે. હાલ એર હોકી હોટ ફેવરિટ ગેમ હોવાથી અમે એર હોકી માટે ખાસ એક અલગ ઝોન તૈયાર કર્યો છે. જેમાં એર હોકી અને બેબી હોકીનો સમાવેશ થાય છે. સ્પેશિયલ ઝોન હોવાથી આખું ફેમિલી એક સાથે હોકી રમવાનો આનંદ ઉઠાવી શકે છે. હાલ શહેરના યંગસ્ટર્સમાં એરહોકીની સાથે બોલિંગ અને સ્નૂકર જેવી ગેમ્સ પણ લોકપ્રિય છે. જ્યારે બાળકોને રેસિંગ ગેમ્સ વધારે પસંદ છે.
વી ગેઇમ, પૂલ અને વોટર ઝોબિઁગ પણ છે ન્યુ અટ્રેકશન
રાજપથ ક્લબ ખાતે આવેલા ગેમિંગ ઝોનમાં ખાસ વી ગેમ્સ આકર્ષણનું કેન્દ્ર બને છે. આટલું જ નહીં પરંતુ વીકએન્ડના દિવસોમાં તો લોકો આ ગેમ રમવા માટે બે-બે કલાક વેઇટિંગમાં પણ બેસે છે. વી ગેમ્સ સેન્સર આધારિત રમાતી ગેમ્સ છે. જેમાં વિવિધ સ્પોર્ટસ ગેમ્સ ગોલ્ફ, ટેનિસ, બેઝ બોલ, ક્રિકેટ, બોક્સીંગ વગેરે જેવી ગેમ્સ રમી શકાય છે.
વી ગેમ્સમાં મેદાનમાં જેવી રીતે લાઇવ ગેમ્સ રમીએ છીએ તેવી રીતે જ ગેમ રમવાની હોય છે. જેથી એક્સસાઇઝ પણ થઇ જાય છે. આ ગેમ્સ ૨૦ વર્ષથી ૫૦ વર્ષ સુધીના લોકો રમતા હોય છે. વી ગેમ્સની સાથે-સાથે યંગસ્ટર્સમાં પૂલ, સ્નૂકર અને વોટર ઝોબિઁગ પણ ખૂબ જ આકર્ષણ જમાવે છે. વી ગેઈમ, પૂલ, સ્નૂકર અને વોટર ઝોબિઁગ જેવા એટ્રેકશન રાજપથ ક્લબમાં ગેમર્સને આકર્ષી રહ્યા છે.
ગર્લ્સમાં કેચર ફેવરિટ
છોકરીઓને હંમેશા ટેડીબેયર અને ચોકલેટ પ્રત્યે વધારે લગાવ હોય છે. આ લગાવ ગેમ્સ રમતી વખતે પણ જોવા મળે છે. વિવિધ ગેમ ઝોનમાં કેચર ગેમ્સ હોય છે. જેથી છોકરીઓ મોટાભાગે ચોકલેટ કે ટેડી કેચર ગેમ રમવાનું વધારે પસંદ છે. આ ગેઇમમાં ચોકલેટ કે ટેડી કેચ કરવાનું હોય છે.
શું છે એર હોકી?
એર હોકી મૂળે અમેરિકન ટેબલ ગેમ છ. આ ઈનડોર ગેમમાં બે પ્લેયર એક સાથે રમે છે. સ્ટ્રાઇકર જેવા એક ટૂલથી સામ-સામે સ્ટ્રોક કરવાના હોય છે. આ ગેમમાં ૭ સ્ટ્રાઈક અથવા ૩-૫ મિનિટની સમય મર્યાદા હોય છે.
આ ગેમમાં બે પ્લેયર હોવાથી સ્ટ્રેસ દૂર થાય છે
કમ્પ્યુટર કે ઈન્ટરનેટ ગેમમાં કોઈ વચ્યુંલ પાર્ટનર સાથે રમવાનું હોય છે. એરહોકીની ગેમ માટે બે ખેલાડીઓ જરૂરી હોવાથી સામેવાળા ખેલાડી સાથે વાતચીત થતી રહે છે અને પાનો ચડતો રહે છે. -ચાર્મિંગ વકીલ ,(૨૪ વર્ષ), લેકચરર,કે.બી.ફાર્મસી કોલેજ
બે જનરેશનની એક જ ચોઈસ
પહેલા હું બાળકોને ખુશ કરવા માટે તેમની સાથે રેસિંગ ગેમ અને બેબી હોકીમાં જોડાતો હતો. હવે મને પણ આ બંને ગેમ ગમવા માંડી છે અને હું સામેથી તેમને આ ગેમ રમવાનું કહું છું.-નીરવ અધ્વયું, (૩૫ વર્ષ), બઝિનસમેન
અમારા ગ્રૂપને ગમે છે એક્સાઈટમેન્ટ
હું એર હોકી, બોલિંગ, પૂલ અને રેસિંગ ગેમ્સ વધારે પસંદ કરું છું. અમે ગ્રૂપમાં રમવા જઇએ ત્યારે સૌથી પહેલી પસંદ એર હોકી હોય છે. આ ગેમમાં એક્સાઈટમેન્ટ ખૂબ છે. ગમે ત્યારે પાસું પલટાઈ જતું હોવાથી ખૂબ મજા આવે છે.-ગુંજન પટેલ , (૧૭ વર્ષ), સંસ્કાર ધામ સ્કૂલ