૧૦ અને ૧૧મી ફેબ્રુઆરીએ એસ.એન.એસ. ગ્લિટેરાટીનું ચોથું એક્ઝિબિશન શહેરમાં યોજાશે. આ એક્ઝિબિશનમાં સમગ્ર દેશમાંથી ૫૫ ડિઝાઈનર્સ ભાગ લેશે. જેમાંથી ૪ ડિઝાઈનર્સ અમદાવાદના હશે. આ વર્ષે એક્ઝિબિશન એસ.જી. હાઇવે પર સ્થિત ગ્રાન્ડભગવતી હોટેલ ખાતે રાખવામાં આવ્યું છે. શોમાં એક્સકલુઝિવ અને હાઇએન્ડ પ્રોડકટ હશે તેમ કહેતાં ડિઝાઈનર શૈની નાણાવટીએ કહ્યું હતું કે, લાઇફસ્ટાઇલ, એસેસરીઝ, હાઇફેશન, જવેલરી રિયલ, કોસ્ચ્યુમ, હોમ ફર્નિશિંગ અને અન્ય ડેકોરેટિવ વસ્તુઓ એક્ઝિબિશનમાં જોવા મળશે.
વળી, તેમાં કદમ અને સનરાઇઝ કેન્ડલ્સ નામની બે એન.જી.ઓ પણ ભાગ લેશે. ઉલ્લેખનીય છે કે, કોલકાતા સ્થિત ‘કદમ’ આદિવાસી લોકોને પ્રોમોટ કરે છે જ્યારે‘સનરાઇઝ કેન્ડલ’ દ્વારા પ્રજ્ઞાચક્ષુ ભાવેશભાઇની ડિઝાઈન કરેલી મીણબત્તીઓ પણ દર્શાવવામાં આવશે. શહેરની ફેશન ડિઝાઈનર શૈની નાણાવટી અને એકતા શાહે આ એક્ઝિબિશનનું આયોજન કર્યું છે.
આ ડિઝાઈનરો આવશે
શોમાં જાણીતા ડિઝાઈનરો સેજલ કનોઇ, નવ્યા અને કોલકતાનાં ઇંદિરા અગ્રવાલ, મુંબઇનાં અન્ય ડિઝાઈનરો તેમના ભારતીય તથા વેસ્ટર્ન ડિઝાઈનનું એક્ઝિબિશન કરશે. તેમાં જયપુરની નાયાબ જવેલર્સની સુદર જડાઉ જવેલરી પણ લોકોના આકર્ષણનું કેન્દ્ર બનશે. એકતા શાહ, ડિઝાઈનર