મહાત્મા ગાંધી એન.આર.ઈ.જી.એ. (નરેગા) યોજના અંતર્ગત ગાંધીનગર જિલ્લાના દહેગામ તાલુકા પંચાયતના ટીડીઓના સહયોગથી તા. ૧૭ ઓગસ્ટે દેવકરણના મુવાડા ગામે એક મિનિટમાં એક હજાર વૃક્ષો રોપાયા બાદ જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયત હસ્તકની કચેરીઓના સહયોગથી બહિયલ ખાતે પુન: ધીમંતબુચના માર્ગદર્શન હેઠળ પાંચ હજાર વૃક્ષો રોપી પોતાનો જ રેકર્ડ તોડ્યો હતો.
જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયત હસ્તક જ વિવિધ કચેરીના કર્મચારીઓ બ્લોક હેલ્થ કચેરી, બહિયલ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રનો સ્ટાફ આશાવર્કર બહેનો તલાટીકમ મંત્રીઓ ગ્રામ સેવકો આંગણવાડી કાર્યકર્તા બહેનો મુખ્ય સેવીકાઓ બહિયલ ગામની પ્રાથમિક ઉર્દૂ શાળા એફ.એચ.હાઈસ્કુલ અને એફ.ડી.શાળાના છાત્રો ઉપરાંત દહેગામના ધારાસભ્ય કલ્યાણસિંહ ચૌહાણ,ડિડિઓ એમ.એ.ગાંધી જિલ્લા આરોગ્ય અધિકારી આર.વી.પંડ્યા, બી.એચ.ઓ. વિપુલ ત્રિવેદી જી.વી.કે. ઈએમઆરઆઈ ૧૦૮ના ઓપરેશન એક્ઝિક્યુટિવ દિનેશ ઉપાધ્યાય, તાલુકા પંચાયત પ્રમુખ છત્રસિંહ ઝાલા, જિલ્લા પંચાયતના સદસ્ય જયશ્રીબેન ચૌહણ, બહિયલ ગામના સરપંચ યુનુશભાઈ સિપાઈ સહિત અધિકારીઓ અને પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
પી.એચ.સી. બહિયલ કમ્પાઉન્ડમાં ૭૦૦ બોરસલ્લી, પશુદવાખાનામાં ૨૦૦, અર્જુન સાદડ પોલીસ સ્ટેશનમાં ૧૨૫, રેઈનટ્ટી ખોડિયાર મંદિર કમ્પાઉન્ડમાં ૬૭૦ પલ્ટ્રોફોર્મ, અંસારી કબ્રસ્તાનમાં ૯૫૦ સેવન, મનસુરી કબ્રસ્તાનમાં ૮૫૦ કણજ કસલા કબ્રસ્તાનમાં ૯૦૫ લીમડા અને એફ.ડી. હાઈસ્કુલ કમ્પાઉન્ડમાં ૬૦૦ દાડમના કુલ મળી એક જ મિનિટમાં પાંચ હજાર વૃક્ષોનું વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું.