જિલ્લામાં સ્વર્ણિમ ગુજરાત ઉજવણી અંતર્ગત વિકેન્દ્રીત જિલ્લા આયોજન હેઠળ સને ૨૦૧૦-૧૧ના વર્ષમાં રૂ.૪૭૫ લાખની રકમ મંજૂર કરવામાં આવી છે. જ્યારે બાકી આયોજનપાત્ર રૂ.૨૩૯.૬૬ લાખની સામે રૂ.૨૭૯.૬૯ લાખના ૩૭૫ નવાં કામોને માન્યતા આપવામાં આવી છે. સંસદસભ્ય દ્વારા છેલ્લાં બે વર્ષમાં સૂચવાયેલાં ૨૭ બાકી કામોના નકશા-અંદાજો આગામી ૨૫મી સપ્ટેમ્બર સુધીમાં રજૂ કરવામાં આવશે.
ગાંધીનગર જિલ્લા આયોજન મંડળની વર્ષ ૨૦૧૦-૧૧ના બાકી વાર્ષિક આયોજન તથા વિકાસના મંજૂર થયેલાં કામોની સમીક્ષા માટે પાણી પુરવઠામંત્રી પરબતભાઇ પટેલના અદ્યક્ષસ્થાને બેઠક મળી હતી.
વિકેન્દ્રીત જિલ્લા આયોજન હેઠળ વર્ષ ૨૦૦૮-૦૯ની રૂ.૫.૫૪ કરોડની ગ્રાન્ટના ૭૦૮ કામોની આપેલી વહીવટી મંજૂરી સામે રૂ.૫.૩૬ કરોડનો ખર્ચ કરી ૬૯૩ કામો પૂર્ણ તથા પાંચ કામો પૂર્ણ કરવા બાકીમાં હતાં. જ્યારે ૨૦૦૯-૧૦ની રૂ.૫.૬૮ કરોડની અંક્તિ રકમ સામે રૂ.૫.૭૨ કરોડના ૭૨૮ કામોની વહીવટી મંજૂરી અપાઇ હતી.
જે પૈકી ધારાસભ્ય ફંડ હેઠળ રૂ.૨૦૨.૬૮ લાખના કામોને વહીવટી મંજૂરી આપી, કુલ ૬૧૩ કામો પૂર્ણ થયાં છે. ૧૦૭ પ્રગતિ હેઠળનાં કામો કલેક્ટર સંજીવકુમારે જિલ્લાના અધિકારીઓને રાજ્ય સરકાર દ્વારા તૈયાર કરવામાં આવેલા મોડેલ ડિઝાઈન પ્રમાણે એસ્ટીમેટ તૈયાર કરવા તાકીદ કરી સમય મર્યાદામાં કામો પૂર્ણ કરવા તાકીદ કરી હતી.
સંસદસભ્યના વર્ષ ૨૦૦૯-૧૦ અને ૨૦૧૦-૧૧ના ૧૯ અને ૮ કામોના નકશા-અંદાજો રજૂ કરવાના બાકી હોવાથી આગામી ૨૫ સપ્ટેમ્બર સુધીમાં રજૂ કરવા સૂચના આપી હતી. સ્વર્ણિમ ગુજરાત ૨૦૧૦ની ઉજવણી અંતર્ગત વર્ષ ૨૦૦૯-૧૦ની અંક્તિ રકમ રૂ.૩૧૭.૩૩ લાખ સામે વર્ષ ૨૦૧૦-૧૧માં રૂ.૪૭૫ લાખની રકમ મંજૂર કરી ૧૫૦ ટકા કરવામાં આવ્યા હતા.
વર્ષ ૨૦૧૦-૧૧માં બાકી આયોજનપાત્ર રૂ.૨૩૯.૬૬ લાખની અંક્તિ રકમ સામે રૂ.૨૭૯.૬૯ લાખની રકમના ૩૭૫ નવીન કામોની માન્યતા આપવામાં આવી જેમાં મુખ્યત્વે પાણી પુરવઠા હેઠળ ૫૯ કામો, ગંદા વસવાટોની પર્યાવરણલક્ષી સુધારણા-ગટર લાઇનના ૫૧ કામો, સ્થાનિક વિકાસના ૨૧ કામો અને પછાત વર્ગ કલ્યાણ અંતગર્ત ૩૬ કામોને માન્યતા આપવામાં આવી હતી.
કામોના મોનિટરિંગ માટે એપ્લિકેશન સોફ્ટવેરમાં કામોની માહિતી ફીડ કરવા અંગેની સમીક્ષા હાથ ધરી છે. તમામ અમલીકરણ અધિકારીઓને નિયમિત રીતે અદ્યતન માહિતીની કામવાર ડેટા એન્ટ્રીઓ પૂર્ણ કરવા તાકીદ કરવામાં આવી હતી.