‘દોસ્તાના’ જેવી ફિલ્મોમાં હોમો સેક્સ્યુઅલ સંબંધને વર્ણવવામાં આવ્યો છે, પરંતુ જાણીને આંચકો લાગશે કે હવે રિયલ લાઇફમાં પણ હોમો સેક્સ્યુઅલ સંબંધોનું પ્રમાણ વધતાં હોમો સેક્સ્યુઅલ લોકોની સંખ્યા વધી છે.
એઇડ્સ કંટ્રોલ સોસાયટી દ્વારા રાજ્યકક્ષાના હાથ ધરાયેલા સર્વેના આંકડા મુજબ રાજ્યમાં સેક્સવર્કર્સની સંખ્યા ૩૫ હજાર અને હોમો સેક્સ્યુઅલની સંખ્યા ૪૧ હજાર નોંધાઈ છે, એટલે કે સેક્સવર્કર્સ કરતાં હોમો સેક્સ્યુઅલની સંખ્યા છ હજાર જેટલી વધી છે. મહત્વની વાત એ છે કે સમગ્ર રાજ્યમાં સેક્સવર્કર્સ-હોમો સેક્સ્યુઅલ લોકોના પ્રમાણમાં પ્રથમ ક્રમે સુરત બાદ અમદાવાદ અને ભાવનગર મોખરે છે.
એઇડ્સ કંટ્રોલ સોસાયટીના ડાયરેક્ટર ડૉ. પ્રદીપકુમારે જણાવ્યું હતું કે, વર્ષ-’૦૮માં હાથ ધરાયેલા સર્વેમાં સેક્સવર્કર્સની સંખ્યા ૩૫ હજાર અને હોમોની સંખ્યા ૪૧ હજાર હોવાનું જાણવા મળ્યું છે.
ખાસ કરીને એચઆઇવી ફેલાવવા માટે જવાબદાર એવા ‘કોર ગ્રૂપ’માં પુરુષથી પુરુષ, ગ્રૂપમાં ઇન્જેક્શન દ્વારા ડ્રગ્સ અને સેક્સવર્કર્સ સાથે સહશયનનું પ્રમાણ જોવા મળે છે. આ ગ્રૂપના સભ્યો પત્ની સાથે પણ શારીરિક સુખ માણતા હોવાથી એઇડ્સ ફેલાવવાની શક્યતા સૌથી વધુ હોય છે.
જેથી ‘કોર ગ્રૂપ’માં જાગૃતિ ફેલાવી એઇડ્સને એડવાન્સ સ્ટેજમાં રોકવા હાથ ધરાયેલા આ સર્વેમાં સેક્સવર્કર્સ- હોમો સેક્સ્યુઅલને રૂબરૂ મળીને નોંધણી ઉપરાંત તેમનું કાઉન્સેલિંગ પણ કરવામાં આવ્યું હતું. હોમો સેક્સ્યુઅલ લોકોની સંખ્યા વધુ હોવાથી ચા લુ વર્ષે પણ સર્વેમાં નોંધાયેલા ૩૭, ૫૭૮ હોમો સેક્સ્યુઅલ અને ૩૧,૮૮૭ સેક્સવર્કર્સનું એઇડ્સ કંટ્રોલ સોસાયટી દ્વારા કાઉન્સેલિંગ કરવામાં આવશે.
સેક્સોલોજિસ્ટ ડૉ. અશોક રુધાનીએ જણાવ્યું હતું કે, સમાજમાં હોમો સેક્સ્યુઅલ સંબંધો વર્ષોથી ચાલતા આવે છે. સરકાર અને સંસ્થા દ્વારા અવેરનેસ અને લોકોમાં શિક્ષણનું પ્રમાણ વધતાં તેમજ સમાજમાં હોમો સેક્સ્યુઅલ લોકો વચ્ચેના સંબંધો અંગે ખૂલીને ચર્ચા તેમજ વિવિધ સામાજિક સંગઠનો દ્વારા અવેરનેસના પ્રયાસોને લીધે આવી વ્યક્તિ ખૂલીને સામે આવી રહી છે.
હોમો સેક્સ્યુઅલ- સેક્સવર્કર્સની સંખ્યામાં સુરત મોખરે
સર્વેના આંકડા પ્રમાણે રાજ્યમાં સુરત ૧૫ હજાર હોમો સેક્સ્યુઅલ અને સેક્સ વર્કર્સ સાથે રાજ્યમાં મોખરે છે. ત્યારબાદ અમદાવાદમાં ૯ હજાર, ભાવનગરમાં ૮ હજાર, વડોદરામાં ૭ હજાર સંખ્યા હોવાનું જાણવા મળ્યું છે.
૩૭ હજાર હોમોનું કાઉન્સેલિંગ
હોમો સેક્સ્યુઅલ લોકોની વધેલી સંખ્યાને પગલે એઇડ્સ કંટ્રોલ સોસાયટી દ્વારા ચાલુ વર્ષે ૩૭, ૫૭૮ હોમો સેક્સ્યુઅલ અને ૩૧,૮૮૭ સેક્સવર્કર્સનું કાઉન્સેલિંગનો ટાર્ગેટ છે.
હોમો સેક્સ્યુઅલ પર વધુ પ્રોજેક્ટ
સેક્સવર્કર્સમાં એઇડ્સની અવેરનેસ અને કાઉન્સેલિંગ કરતી ૪૩ સંસ્થાઓ દ્વારા જ્યારે હોમો સેક્સ્યુઅલ લોકો માટે ૫૯ સંસ્થાઓ દ્વારા પ્રોજેક્ટ ચાલી રહ્યા છે.
હોમોમાં પણ ગુરુ-ચેલા
હોમોમાં ચારથી પાંચ વ્યક્તિનું ગ્રૂપ કાર્યરત્ હોય છે. જેમાં સૌથી પહેલા જોડાનાર સિનિયર કે ગુરુ અને ત્યારબાદ જોડાનાર ચેલા કે જુનિયર ગણાય છે. જેથી સેક્સ બાંધવામાં પણ ગુરુનો નંબર પ્રથમ આવે છે અથવા તો ગુરુની ઇચ્છા પ્રમાણે ચેલા સેક્સ સંબંધ બાંધતા હોય છે.